હિન્દુ ધર્મમાં અતિ પવિત્ર મનાતા ચાર ધામો પૈકીના એક કેદારનાથ મંદિરમાં આ વર્ષે ૭.૫ લાખ યાત્રીકોએ દર્શન કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. લોકસભા ચૂંટણીના તમામ તબકકાઓ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન મોદીએ કેદારનાથમાં દર્શનાર્થે આવીને ગુફામાં ધ્યાન ધર્યું હતુ જે બાદના ૪૫ દિવસોમાં અહી દર્શનાર્થે આવતા યાત્રિકોની સંખ્યામાં મોટો વધારો થવા પામ્યો છે. ગત વર્ષે ૨૦૧૮ના છ માસમાં ૭.૩૨ લાખ જેટલા યાત્રીકોએ કેદારના બાબાના દર્શન કર્યા હતા. આ વર્ષે વડાપ્રધાન મોદીની યાત્રા બાદ ૪૫ દિવસમાં જ ૭.૩૫ લશખ યાત્રીકોએ શિવબાબાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે.
ઉતરાખંડમાં વર્ષે ૨૦૧૩માં ભારે વરસાદના કારણે વાદળ ફાટવાના કારણે કેદારનાથમાં ભયંકર કુદરતી આફત આવી હતી જેમાં હજારો યાત્રાળુ અને સ્થાનિક રહેવાસીઓ ભારે પૂરમાં તણાઈ જવા પામ્યા હતા. અને મંદિર આસપાસના વિસ્તારોમાં ભારે તારાજી સર્જાવા પામી હતી જે બાદ કેદારનાથ બાબાના દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓની સંખ્યામાં દર વર્ષે ઘટાડો થવાપામ્યો હતો પરંતુ આ વિસ્તારનાં નવસર્જન માટે રાજય અને કેન્દ્ર સરકારે કરોડો રૂ.નું ખાસ ભંડોળ ફાળવતા આ મંદિર વિસ્તારોનો ફરીથી વિકાસ થયો હતો. જેથી, વર્ષ ૨૦૧૭ બાદ અહી દર્શનાર્થે આવનારા યાત્રાળુઓની સંખ્યામાં ધીમેધીમે વધારો થયો હતો અને દર્શનાર્થીઓનો આંકડો ૪.૭૧ લાખેપહોચી જવા પામ્યો હતો.
વડાપ્રધાન મોદીએ કેદારનાથબાબાના દર્શન કર્યા બાદ અહીં દર્શનાર્થે આવતા યાત્રાળુઓની સંખ્યામાં સતત વધારો થવા પામ્યો હતો. ૭મી જૂને અહી દર્શનાર્થે આવેલા યાત્રીકોની સંખ્યા ૩૬,૧૭૯એ પહોચી જવા પામી હતી જે નવો રેકોર્ડ બન્યો છે. બદરી કેદાર મંદિર સમિતિનાં સીઈઓ બી.ડી. સિંહઆ અંગે જણાવ્યું હતુ કે હજુ કેદારનાથનાં દર્શન પાંચ માસ સુધી ચાલુ રહેનારા છે. જેથી આ વર્ષે યાત્રાળુઓની સંખ્યા ૧૫ લાખથી વધી જવાની સંભાવના છે. જયારે ગરવાલ મંડલ વિકાસ નિગમના જનરલ મેનેજર બી.એસ. રાણાએ કેદારનાથમાં યાત્રીકોનાં સતત થઈ રહેલા વધારા માટે વડાપ્રધાન મોદીની મુલાકાતને શ્રેય આપીને જે ગુફામાં નરેન્દ્રભાઈ મોદવીએ ધ્યાન ધર્યું હતુ તે ગુફામાં જવાનો પણ યાત્રાળુઓમાં ભારે ઘસારો જોવા મળે છે.