વડોદરા શહેરી વિસ્તાર સનફાર્મા રોડ પર ખુલ્લી વરસાદી કાંસના કારણે મચ્છરોના ઉપદ્રવ
વડોદરા શહેરી વિસ્તાર સનફાર્મા રોડની એક ડઝનથી વધુ સોસાયટીના રહીશો છેલ્લાં ચાર વર્ષથી ખુલ્લી વરસાદી કાંસના કારણે મચ્છરોના ઉપદ્રવ થી હેરાનગતિ ભોગવી રહ્યા છે અને રોગચાળાના દહેશતથી પીડાઇ રહ્યા છે. તદ્ ઉપરાંત આ વિસ્તાર માં પાકા રોડ અને અને સ્ટ્રિટલાઈટ ના અભાવે લોકો ને ખાસ કરી ને ચોમાસા માં દર વર્ષે ભારે તકલીફ નો સામનો કરવો પડે છે.
શહેરના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં આવેલ સનફાર્મા-અટલાદરા રોડ પર સન ક્રેસ્ટ, ફોરચ્યુન -૫, પ્રથમ ઉપવન, શ્રી હરિ રેસિડેન્સી, મારુતિ એવેન્યુ, નીલામ્બર ઓરિઅન્સ, શ્રીમ સૃષ્ટિ, કૈલાશ શિખર,શ્યામલ એન્કલેવ ,લાભ રેસિડન્સી સહિતની સોસાયટીઓ આવેલી છે જે વોર્ડ નંબર ૧૧ ની હદ માં આવે છે. આ વિસ્તારમાં ૨૦ હજાર થી વધારે જનસંખ્યા વસવાટ કરી રહી છે પરતુ ખુલ્લી વરસાદી કાંસમાં વરસાદી પાણીના બદલે ડ્રેનેજ નાં દૂષિત પાણી વહી રહ્યાં છે અને તેના કારણે મચ્છરોની ઉત્પત્તિ મોટા પ્રમાણમાં થઇ રહી છે. વડોદરા મહાનગર પાલિકાને ચાર-ચાર વર્ષથી વરસાદી કાંસની સફાઇ કે તેને “કવર્ડ” કરવાનો સમય મળી રહ્યો નથી.
આમ તો વડોદરા ને સ્માર્ટ સિટી બનાવની વાતો થઇ રહી છે, ઠેર ઠેર મોટા મોટા ફ્લાયઓવર બનાવની કામગીરી શુરુ છે પણ બીજી તરફ સામાન્ય રોડ,સ્ટ્રીટ લાઈટ,સ્વચ્છ ગટર વ્યવસ્થા જેવી મૂળભૂત સુવિધાઓ થી લોકો વંચિત છે જેને લઇ ને સ્થાનિક રહીશો માં ખુબજ નિરાશા વ્યાપી ગઈ છે. છેલ્લા ચાર વર્ષ થી વારંવાર તંત્ર ને એન્ડ્રોઇડ એપ્લિકેશન દ્વારા ફોટો મોકલી ને આ વિસ્તારમાં રહેતા પાલિકાના વહીવટી વોર્ડ નંબર 6 અને 11ના તમામ અધિકારીઓથી માંડીને કાઉન્સિલરો,ધારાસભ્યો
અને સાંસદની કચેરી સુધી સતત રજૂઆત કરી છે તો પણ હજુ સુદી કોઇ જ નિવારણ આવ્યું નથી.