રાજ્યમાં એક સપ્તાહ સુધી દારૂ અને જુગારધામ પર દરોડા પાડવા આદેશ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજ્યમાં મોટા પાયે પોલીસ કાર્યવાહી કરવાનો આદેશ રાજ્યના DGPએ આપ્યો છે. આવતીકાલથી એટલે કે 2 જુનથી 10 જુન સુધી રાજ્યમાં દારૂ અને જુગારધામ પર દરોડા પાડવાનો આદેશ ગાંધીનગરથી રાજ્યના તમામ પોલીસ ઓફિસરોને આપવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે રાજ્યના DGP શિવાનંદ ઝાએ રાજ્યની પોલીસને આદેશ આપ્યો છે કે તારીખ 2 જુનથી 10 જુન સુધી મેગા સર્ચ ઓપરેશન કાર્યવાહી હાથ ધરવામાં આવે. જેમાં દારૂ અને જુગારધામ પર મોટાપાયે દરોડા પાડી સખત કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું છે. તો સાથે જ આ કામગીરીમાં LCB, DCB તથા ક્રાઇમ બ્રાંચ જેવી તમામ પોલીસ શાખાઓના અધિકારીઓ આ કાર્યવાહી કરશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી રાજકોટ અને અમદાવાદમાં પોલીસતંત્ર દ્વારા દારૂના અડ્ડાઓ પર મોટાપાયે દરોડાકામગીરી કરવામાં આવી રહી છે. તો ગુજરાતમાં દારૂબંધી હોવા છતા બેફામ દારૂની હેરાફેરી થતી હોવાનું કહેવામાં આવી રહ્યું છે એવામાં પોલીસતંત્રની આ કાર્યવાહી કેટલાક અંશે સફળ થશે એ જોવનું રહ્યું.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This
NEWER POSTઅમદાવાદ: શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના સિનિયર ક્લાર્ક રૂપિયા 1.20 લાખની લાંચ લેતા ઝડપાયા
OLDER POSTપંચમહાલના જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહની અધ્યક્ષતામાં જિલ્લામાં પીવાના પાણી અને સુજલામ સુફલામ જળ અભિયાનના કામોની સમીક્ષા બેઠક યોજાઈ

COMMENTS

Wordpress (0)
Disqus (0 )