બોડેલી માં BJP યુવા મોરચા દ્વારા છાસ વિતરણ કરાયું
એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે આ ઉનાળા ના પ્રકોપ માં અસહય ગરમીમાં રાદારીઓ ત્રાસી ઉઠે છે જેને લઇ બોડેલી ના અલીપુરા ચાર રસ્તા પર આજે છોટાઉદેપુર જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા રાહદારીઓ ને ઠંડી છાસ નું વિતરણ કરવામાં આવ્યું હતું મોટી સંખ્યા માં મુખ્ય માર્ગ પર થી પસાર થતા રાહદારીઓ તેમજ લોકો એ ઠંડી છાસ પી ને રાહત અનુભવી હતી. આ છાસ વિતરણ દરમ્યાન છોટાઉદેપુર જિલ્લા ભાજપના પ્રમુખ જશુભાઈ રાઠવા , મહામંત્રી મુકેશભાઈ પટેલ ,બોડેલી તાલુકા ભાજપ નાં પૂવૅ પ્રમુખ મનોજભાઇ શાહ , પાવીજેતપુર બજાર સમિતિ ના ચેરમેન મયુર ભાઈ પટેલ ,સરપંચ રઘુભાઈ , યુવા મોરચાના સંદીપ શમાઁ, બોડેલી તાલુકા પંચાયત સદસ્ય નીલ પટેલ તેમજ યુવા મોરચા ના હોદેદારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહી છાસ વિતરણમાં જોડાઈ કાળઝાળ ગરમીમાં રાહદારીઓ ને સાંત્વના આપવા નો પ્રયાસ કર્યો હતો .
પરેશ ભાવસાર બોડેલી
CATEGORIES રોજીદા સમાચાર