ડીસાના આખોલ પાસે અમુલ દૂધની મીની ટ્રકમાંથી 2.12 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રદીપ શેજુળે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા એલ.સી.બી ઇન્ચાર્જ પીઆઈ પી.એલ.વાઘેલા તથા પીએસઆઈ એન.એન.પરમારના માર્ગદર્શન મુજબ સ્ટાફના મોહનસિંહ, પ્રવિણસિંહ, કુલદીપસિંહ, નિકુલસિંહની ટીમ ડીસા રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમ્યાન બાતમી હકીકત આધારે આખોલ ચોકડી પાસે અમુલ દૂધ લખેલ ગાડી નં. GJ-13-V-6183ને ઝડપી લીધી હતી. જે ગાડીમાં જોતા તેમાંથી કી.રૂ 2,12,500નો વિદેશી દારૂ તથા ચાર મોબાઈલ કિ. રૂ.11,000 તથા ગાડી કિ.રૂ. 5,00,000 તથા દુધના ખાલી કેરેટ નંગ- 45 કિંમત રૂ.4500 મળી કુલ કિ.રૂ.7,28,000નો મુદામાલ મળી આવ્યો હતો. પોલીસે ફજલભાઇ જાબીરભાઇ કુરેશી રહે.દસાડા તા.પાટડી જી.સુરેન્દ્રનગર, હનીફભાઇ અબાસભાઇ તુવર રહે. મુંજપુર તા.શંખેસ્વર જી.પાટણ, બીલાલ રસુલભાઇ ચૌહાણ રહે.દસાડા તા.પાટડી જી.સુરેન્દ્રનગરવાળાને ઝડપી લીધા હતા. જયારે રામભા ભુરસીંહ સોલંકી રહે. ખીમ્મત માઢવાળી પાર્ટી તા.ધાનેરા, ખુદાબક્ષ અબાસ બેલીમ રહે.નાના કસ્બા મુંજપુર હાલ રહે. ધાનેરા અને અનીસભાઇ રહે.ધાનેરાવાળાઓ ફરાર થઇ જતા જે તમામની સામે ડીસા રૂરલ પો.સ્ટે પ્રોહિબિશન એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.