અમિત શાહે કોંગ્રેસની દુ:ખતી નસ પર હાથ મુકતા જ સંસદમાં મચ્યો હોબાળો
ગૃહમંત્રી અમિત શાહે જમ્મૂ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનને 6 મહિના લંબાવવાના પ્રસ્તાવ લોકસભામાં રજુ કર્યો હતો. આ પ્રસ્તાવનો કોંગ્રેસે વિરોધ કર્યો હતો. કોંગ્રેસે તર્ક આપ્યો છે કે રાજ્યમાં ચૂંટાયેલી સરકાર હોય તો વધારે સારૂ. સાથે જ કોંગ્રેસે ભાજપ પર સત્તાનો દુરૂપયોગ કરવાનો અને પરાણે રાષ્ટ્રપતિ શાસન લગાવવાનો આરોપ લગાવ્યો હતો. જેનો ગૃહમંત્રી અમિત શાહે વળતો જવાબ આપ્યો હતો.અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસે યાદ રાખવું ઘટે કે કલમ 356નો ઉપયોગ કરીને સૌથી વધારે સરકારેનો પાડી છે. કોંગ્રેસે પોતાના રાજકીય લાભ માટે ચૂંટાયેલી સરકારોને ધરાશાયી કરવાનું કામ કર્યું છે.
શાહે કહ્યું હ્તું કે, કોંગ્રેસના નેતા મનીષ તિવારી ઈતિહાસની વાતો કરે છે. જો તમે ઈતિહાસની વાતો કરો છો તો પછી દેશના વિભાજન માટે પણ કોંગ્રેસ જવાબદાર છે, અમે નહીં. જમ્મૂ-કાશ્મીરનો એક તૃતિયાંશ ભાગ આજે પાકિસ્તાનના કબજામાં છે. પાકિસ્તાની કબાલીઓને જ્યારે ભારતીય સૈન્ય મારી ભગાડી રહ્યું હતું ત્યારે સીઝફાયર કરી દેવામાં આવ્યું હતું. આજે કોગ્રેસ કહે છે કે, સરકાર અમને વિશ્વાસમાં નથી લેતી પરંતુ નેહરૂએ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને વિશ્વાસમાં લીધા વગર જ સીઝફાયર કરી નાખ્યું હતું.
કોંગ્રેસ લોકતંત્રનું ગળુ રૂંધી રહી હોવાનો આરોપ લગાવતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, હૈદરાબાદ અને જૂનાગઢમાં પણ સમસ્યા હતી, પરંતુ તેની જવાબદારી સરદાર પટેલને આપવામાં આવી અને તેમણે ત્તેનો અંત લાવી દીધો. જ્યારે નહરૂના માથે કાશ્મીરની જવાબદારી હતી અને ત્યાં શું થયું? એ આજે સૌકોઈની સામે છે. શાહે ઉમેર્યું હતું કે, 132 વાર કલમ 356નો ઉપયોગ કરવામાં આવ્યો, એમાં 93 વખત તો કેન્દ્ર સરકારે તેનો ઉપયોગ કર્યો. કોંગ્રેસે રાજકીય લાભ માટે એક જ દિવસામાં અનેક સરકારો કલમ 356 લગાવીને પાડી હતી. જ્યારે અમે ક્યારેય આ કલમનો ઉપયોગ રાજકીય હેતુને સાધવા ક્યારેય નથી કર્યો.
શાહે કહ્યું હતું કે, અત્યાર સુધીમાં જમાત-એ-ઈસ્લામી પર પતિબંધ કેમ ના લગાવવામાં આવ્યો? તેવી જ રીતે જેકેએલએફ આટલા વર્ષોથી કયા દેશનું લિબરેશન કરવા માંગતુ હતુઉં? આ બધા પર પ્રતિબંધ કોણે લગાવ્યો? ભાજપની સરકારે લગાવ્યો. તેમણે ટુકડે ટુકડે ગેંગને આડેહાથ લેતા કહ્યું હતું કે, આજે દેશમાં સુરક્ષાનો પેરામીટર એ આવ્યો છે કે, દેશ વિરોધી ચાર નિવેદનો આપી દો અને સુરક્ષા મેળવી હતી.
ભારતની વાતો કરનારાઓને સુરક્ષા નથી મળતી પરંત વિરોધીઓને સુરક્ષા આપવામાં આવે છે. 2,000 લોકોને સુરક્ષા આપવામાં આવી જેમાંથી અમે 919 લોકોની સુરક્ષા પાછી ખેંચવાનું કામ કર્યું છે. અત્યાર સુધી પાકિસ્તાની ચેનલો દેખાડવામાં આવતી, ભારત વિરોધી કાર્યક્રમો યોજાતા. હું રાજનાથ સિંહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરુ છું કે તેમણે પાકિસ્તાની ચેનલો પર પ્રતિબંધ લગાવી દીધો