રાજપીપળાના રાજવી પરિવારની કુળદેવી ગણાતા હરસિધ્ધિ માતાના મંદિરે રોજની ત્રણ આરતી માં લાખો ભક્તો નો ભક્તિ સાગર ઉમટ્યો.
નવરાત્રી પર્વે રાજપીપળા હરસિધ્ધિ માતા મંદિર ફૂલોથી અને રોશનીથી સજાવશે તાન મંદિર નો અદભૂત નજારો.
નવરાત્રી પર્વમાં આરતી અને દર્શન માટે હકડેઠઠ ભીડ જામી મોડીરાત સુધી માતાજીના ગરબા ની રમઝટ જામી.
રિયાસતી રાજવીનગર રાજપીપળાના રાજવી પરિવારની કુળદેવી ગણાતા હરસિધ્ધિ માતાના મંદિરે રોજની ત્રણ આરતી માં લાખો ભક્તો નો ભક્તિ સાગર ઉમટ્યો.રાજપીપળામાં નવરાત્રી પર્વનો મંગલ પ્રારંભ થયો છે. જેમાં રાજવી પરિવારની કુળદેવી હરસિધ્ધિ માતાના મંદિરે ભવ્ય મેળો ભરાયો છે. મેળામાં લાખોની જનમેદની ઉમટી છે. દરરોજ માતાજીની આરતી હકડેઠઠ ભીડ જામી છે. જેમાં લોક આકર્ષણ તરીકે માતાજીના મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. તથા રંગબેરંગી જલબેરા સહિત દેશી-વિદેશી ફૂલોથી મંદિરનો શણગાર કરતા ફૂલોથી મંદિર ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેમાં ભક્તો સહયોગથી મંદિરના પગથિયાં, આગળ ના થાંભલા થી માંડીને મંદિરના ગર્ભગૃહ સુધી રંગબેરંગી ફૂલો તથા લાઈટોથી સજાવવામાં આવ્યા છે. નવરાત્રિમાં ફૂલોથી સજાવે મંદિર અને મંદિર પરિસર રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. દરરોજ મંદિરમાં સવાર સાંજની આરતીમાં ભક્તોની હકડેઠઠ ભીડ જામે છે. રાત્રે મોડી રાત સુધી લોકો મેળા મલવા આવે છે. રાત્રે મંદિરને રોશનીથી સજાવેલ માહોલ જોવા લોકોની ભીડ જામી છે. અને મોડી રાત સુધી ભક્તો મંદિરે માતાજીના દર્શન કરવા આવે છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા