હરસિધ્ધિ માતા મંદિર જવાના રસ્તે 100 થી વધુ પાંચ થી દસ દસ ફૂટના મસ મોટા ખાડાઓ.
નવરાત્રી મેળા અને હરસિધ્ધિ માતા મંદિર જવાના રસ્તે 100 થી વધુ પાંચ થી દસ દસ ફૂટના મસ મોટા ખાડાઓ.
પરેશાન ભક્તોની દુભાતી ધાર્મિક લાગણી, દેવદર્શને જવાનો રસતો જ બિસ્માર
રાજપીપળામાં મોટાભાગના ધોવાઇ ગયેલા રસ્તાઓમાં પડી ગયેલા ખાડાઓથી રાજપીપળા બની ખાડાનગરી !
રાજપીપળામાં સતત ધોધમાર વરસાદથી પડી ગયેલા મોટા ખાડાઓ નું પુરાણ કરવામાં વેઠ ઉતારતું તંત્ર.
વરસાદમાં બીજે દિવસે રસ્તાઓ પુનઃધોવાઈ જતા જેસેથે ની સ્થિતિ.
રાજપીપળા ખાતે હર્ષદીમાતાના મંદિરે નવરાત્રી નો મેળો ભરાતો હોય રાજપીપળા અને આજૂબાજૂના ગામડા ના હજારો ભક્તો માતાજીની આરતી માં ભાગ લેવા અને દર્શન તથા મેદાન મલવા આવી રહ્યા છે. ગઈકાલે નવરાત્રી મેળો શરૂ થતા હજારોની સંખ્યામાં વાહનચાલકો હરસિધ્ધિ માતા મંદિરે જવા ના સંતોષ ચાર રસ્તા થઇને મંદિરે જાય છે, ત્યારે સંતોષ ચાર રસ્તા થી હરસિધ્ધિ માતા મંદિર સુધી જવાનો રસ્તો તદ્દન ધોવાઈ ગયો છે, અને બિસ્માર હાલતમાં છે. નવરાત્રી મેળા અને હરસિધ્ધિ માતાના મંદિરે જવાના રસ્તે 100થી વધુ 5 થી 10 ફૂટના મસમોટા ખાડાઓ પડી જતા આ રસ્તો પાર કરતા 10 થી 15 મિનિટ લાગે છે. ખાડાઓમાં પાણી ભરાય છે તેથી અસંખ્ય વાહનો ખાડામાં પડે છે, કે અકસ્માત થાય છે, વાગે છે. આવી ઘણી મુશ્કેલીઓનો સામનો વાહનચાલકો અને ભક્તો કરી રહ્યા છે. જેને કારણે પરેશાન ભક્તોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે. દેવ દર્શને જવાનો રસ્તો જ માં હોય તંત્ર નવ દિવસ સારો રસ્તો બને તે માટે તાત્કાલિક ખાડાઓ પુરવાની રહ્યા છે. તંત્ર રસ્તાઓનું ખાડા પૂરવામાં નિષ્ફળ ગયું છે.
રાજપીપળામાં સતત એકધારો ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ઠેરઠેર મોટા ખાડા પડી ગયા છે, જેને કારણે રાહદારીઓ, વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડતા તંત્ર વરસાદ બંધ રહેતા ખાડા પુરવાનું શરૂ કર્યું હતું, પણ એમાં વેઠ ઉતારતાં બીજે જ દિવસે રસ્તાઓ પુનઃ વરસાદમાં ધોવાઇ ગયા હતા. હાલમાં રાજપીપળામાં બધી જ જગ્યાએ પુનઃ ખાડા પડી ગયા હતા. હાલમાં રાજપીપળામાં ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા હોય, વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. વ્યવસ્થિત ખાડાઓનું પૂરાંણ થાય તેવી માંગ થઈ છે. આજે રાજપીપળા ખાડા નગરી બની ગઈ છે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા