બોડેલી તાલુકાના વણઘા ગામે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને રાત્રી સભા યોજાઈ
ગુજરાત સરકારના નવા અભિગમ હેઠળ ગુજરાતના તમામ કલેક્ટરશ્રીઓને પોતાના અધ્યક્ષ સ્થાને તાલુકાના તમામ મુખ્ય અધિકારીઓને સાથે રાખી પ્રજાજનોની વચ્ચે બેઠક યોજવાનું નક્કી કરેલ છે જેમાં સરકારની આરોગ્યલક્ષી,પોલીસતંત્રલક્ષી,આંગણવાડીલક્ષી,તલાટીલક્ષી ,ગ્રામસેવકલક્ષી,પોસ્ટઑફિસલક્ષી,એમજીવીસીએલલક્ષી,રોડ વિભાગલક્ષી,ટીડીઓલક્ષી,મામલતદારલક્ષી ,બેન્કલક્ષી યોજનાઓ પ્રજાજનો સુધી પહોંચાડી તેને લાભ મેળવતા સુધીનું માર્ગદર્શન આપવામાં આવે છે તમામ યોજનાઓનું માર્ગદર્શન જે તે વિભાગના અધિકારી ઉપસ્થિત રહી ગ્રામજનોને આપે છે છેલ્લે કાર્યક્રમમાં ગ્રામજનોને વહીવટીતંત્રને લગતા લાઈવ પ્રશ્નો લઇ તેનું સ્થળ પર જ નિકાલ કરવામાં આવે છે આમ તાલુકાના વહીવટીતંત્રની ઉપસ્થિતિમાં જ પ્રશ્નોનો નિકાલ કરી વહીવટીતંત્ર અને ગ્રામજનો વચ્ચે સેતુ બનવાનો સરકારે નવો અભિગમ કેળવવાનો પ્રયત્ન કર્યો છે જે સફળ પણ થયો છે આવો કાર્યક્રમ બોડેલી તાલુકાના વણઘા ગામે રાખવામાં આવ્યો હતો જેમાં કોઈ કારણોસર જિલ્લા કલેક્ટર ઉપસ્થિત રહી શક્યા ન હતા સમગ્ર કાર્યક્રમ બોડેલી મામલતદાર ડો.પ્રિતેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં તાલુકા વિકાસ અધિકારી માલીવાડ,નાયબ મામલતદાર અશ્વિનભાઈ,સર્કલ અમિતભાઇ સહીત તમામ વિભાગના અધિકારીઓ,ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ગ્રામજનોના અનેક પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો આમ રાત્રી સભા ઘ્વારા લોકોમાં અધિકારીઓ સાથે સીધો સેતુ સ્થાપી તાલુકાને વધુ વેગવંતુ કરવાનો સરકારશ્રીનો અભિગમ છે ગ્રામજનો પણ આવા કાર્યક્રમથી ખુશ જોવા મળ્યા હતા