રાજપીપળામાં વહેલી સવારે કમોસમી વરસાદથી કપાસ,  તુવેર સહિત ખેતીના પાકને ફટકો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

રાજપીપળા ભર શિયાળે વરસાદ થતાં વાતાવરણમાં પલટો, ; સવારે વરસાદ, બપોર ગરમી અને રાત્રે ઠંડી ત્રણેય ઋતુનો અનુભવ કરતા રાજપીપળા વાસીઓ : લગ્ન સમારંભોમાં મંડપોમાં પાણી ભરાતા ચિંતાનું મોજું.

નર્મદાના વડામથક રાજપીપળા ખાતે આજે વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સવારે વરસાદ પડવો શરૂ થઈ જતા ભરશિયાળે ચોમાસાનો માહોલ રચાયો હતો. કમોસમી વરસાદથી રાજપીપળા અને આજુબાજુના ગામોમાં ખાસ કરીને કપાસ, તુવેરના પાકને નુકસાન થયું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. જેમાં ખેતરમાં તૈયાર થવા આવેલો કપાસનો પાક પલળી ગયો હતો અને તુવેરનાં ફુલ કમોસમી વરસાદથી ખરી પડયા હતા.

જોકે આ કમોસમી વરસાદ હજી બે-ત્રણ દિવસ ચાલુ રહે તેવી આગાહી હોવાથી ખેડૂતો ચિંતીત બન્યા છે. જ્યારે હાલ રાજપીપળામાં લગ્નની ચાલતી હોવાથી લગ્નના મંડપમાં પાણી ભરાતા ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. આગામી દિવસોમાં પણ વરસાદની વકી હોવાથી લગ્ન પ્રસંગોમાં રંગમાં ભંગ પડે તેવી ભેતી પણ સેવાઈ રહી છે.
આજે સવારે વરસાદ, બપોરે ગરમી અને રાત્રે ઠંડી એમ ત્રણે ઋતુનો અનુભવ રાજપીપળાથી કર્યો હતો.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા
  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTનર્મદા પોલીસ ઈન્વેસ્ટિગેશન ટીમની કામગીરીને લગતી સ્પેશિયલ નર્મદા પોલીસ વિશયાંગ પોલીસ પોથીનું  જિલ્લા પોલીસવડાના હસ્તે વિમોચન
OLDER POSTકરજણ ડેમ બનશે દેશભરના નેવી ના એનસીસી છાત્રો માટે બોટિંગ હબ

COMMENTS

Wordpress (0)
Disqus (0 )