સૌરાષ્ટ્રનાં સાવજ અને પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાની લાંબી બિમારી બાદ 60 વર્ષે નિધન

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ઘણાં લાંબા સમયથી બીમાર ગુજરાતના પૂર્વમંત્રી વિઠ્ઠલભાઈ રાદડીયાનું 60ની વયે નિધન થયું છે. જાણીતા ખેડૂત નેતા, સહકારી આગેવાન ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈનું આજે સવારે નિધન થયું છે.

તેમના અંતિમ દર્શન 30 જુલાઈના રોજ સવારના 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી કન્યા છાત્રાલય જામકંડોરણા ખાતે રાખવામાં આવશે. જ્યારે સ્મશાન યાત્રા 30 જૂલાઈના રોજ એક વાગ્યે તેમના નિવાસ સ્થાને(જામકંડોરણા)થી નીકળશે.
પોરબંદરના પૂર્વ સાંસદ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના અવસાનના સમાચાર સાંભળી દુઃખ થયું. ગુજરાતે એક સક્ષમ ખેડૂત નેતા ગુમાવ્યા છે. સહકાર, કેળવણી અને રાજકીય ક્ષેત્રમાં પ્રદાન બદલ તેઓ હંમેશા યાદ રહેશે.

પોરબંદરના પૂર્વ સાંસદ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના અવસાનના સમાચાર સાંભળી દુઃખ થયું. ગુજરાતે એક સક્ષમ ખેડૂત નેતા ગુમાવ્યા છે. સહકાર, કેળવણી અને રાજકીય ક્ષેત્રમાં પ્રદાન બદલ તેઓ હંમેશા યાદ રહેશે.

વિઠ્ઠલ રાદડિયાના નશ્વરદેહને દર્શન માટે આજે તેમના નિવાસ્થાન બહાર મૂકવામાં આવશે. વિઠ્ઠલ રાદડિયા વર્ષ 2014થી 2019 સુધી પોરબંદરના સાંસદ રહી ચુક્યા છે. વિઠ્ઠલ રાદડિયા છેલ્લે પોરબંદરમાંથી સાંસદ હતા. 2019ની લોકસભાની ચૂંટણીમાં બીમારીને કારણે ભાજપ તરફથી તેમના બદલે રમેશ ધડૂકને ટિકિટ આપવામાં આવી હતી

વિઠ્ઠલ રાદડિયા છે કોણ?

ત્યાર બાદ ઓકટોબર 2017માં ફરી તેમની તબીયત બગડી હતી. અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં સારવાર લીધા બાદ બોપલ વિસ્તારમાં ગજેરા પરિવારના બંગલામાં તેઓ તબીબી દેખરેખ હેઠળ હતા. તેમને હલન-ચલન અને વ્યકિતને ઓળખવામાં તકલીફ પડતી હતી.

નાના મગજથી શરૃ થયેલી બિમારી હૃદય અને શરીરના અન્ય ભાગો સુધી સ્પર્શી ગયેલ. તેમના વજનમાં પણ ખાસ્સો ઘટાડો થઈ ગયો હતો. છેલ્લા કેટલાક દિવસથી તબીયત નરમ થતી જતી હતી. આજે 10.30 વાગ્યા આસપાસ હૃદયના ધબકારા એકદમ ઘટી ગયેલ અને સ્વજનોની હાજરીમા તેમણે અંતિમ શ્વાસ ખેંચ્યા હતા.

તેમના દેહવિલય વખતે તેમના ધર્મપત્નિ ચેતનાબેન રાદડિયા, સુપુત્ર કેબીનેટ મંત્રી જયેશ રાદડિયા, અન્ય પુત્રો લલિતભાઈ અને કાનાભાઈ, ડિસ્ટ્રીકટ બેન્કના ડીરેકટર અરવિંદ તાળા સહિતના સંબંધીઓ-સગાઓ ઉપસ્થિત હતા. સૌરાષ્ટ્રના જાહેર જીવનમાં દાયકાઓથી વિઠ્ઠલભાઈનું નામ ગુંજતુ હતું.

તેઓ 5 વખત ધારાસભ્ય તરીકે તેમજ 3 વખત સંસદ સભ્ય તરીકે ચુંટાયા હતા. વર્ષોથી રાજકોટ જિલ્લા સહકારી બેન્કના ચેરમેન તરીકે સેવા આપેલ. લડાયક ખેડૂત નેતા તરીકે નામના ધરાવતા હતા. તેમના નિધનથી સૌરાષ્ટ્રના જાહેર જીવનને મોટી ખોટ પડી છે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This
NEWER POSTડિસ્કવરીના પ્રખ્યાત એડ્વેન્ચર એપિસોડમાં PM મોદી સાહસી અંદાજમાં જોવા મળશે, બેયર ગ્રિલ્સે ટીઝર લોન્ચ કર્યું

COMMENTS

Wordpress (0)
Disqus (0 )