વડોદરાના વિહાભાઇએ ૧૨૫ ફુટ લાંબી અગરબત્તી બનાવી વિશ્વવિક્રમ સર્જયો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

વડોદરાના તરસાલી ખાતે વિહાભાઇ ભરવાડે ગૌરક્ષા માટે પંચગવ્યમાંથી ૧૨૫ ફૂટ લાંબી અગરબત્તી બનાવી છે.

વિહાભાઇએ કહ્યું કે તેનું મૂળ વતન વલ્લભીપુરનું પાડણીપાટણા છે, જે બરવાળાથી દોઢેક કિમીના અંતરે છે. વિહાભાઇનો પરિવાર ૩૫-૪૦ વર્ષ પહેલા વડોદરા તરસાલી ખાતે વસ્યો, પશુપાલનનો બાપીકો વ્યવસાય સાથે ગાય સાથે ભારતીય સંસ્કૃત્તિનું જોડાણ છે ગાયને માતા તરીકેનો દરજ્જો માન-સન્માન મળે તેવા મુખ્ય ઉદ્દેશ્ય સાથે તેઓ ગાયના પાલનપોષણ અને ગાયની હત્યા થતી અટકાવવા કટિબદ્ધ છે. મુખ્યત્વે જનમાનસ પર ગાયોને બચાવવા અને ગાયના મળ-મૂત્રનો સ્વાસ્થ્યલક્ષી તેમજ તેની પવિત્રતાથી વાકેફ થાય તેવા હેતુથી વિહાભાઇ ૨૦ વર્ષથી ગાયોને બચાવવા સતત પ્રવૃત્તિમયી છે. તેમણે ૧૨૫ ફૂટ લાંબી અગરબત્તીમાં ૩૦૦૦ કિગ્રા ગૌ છાણનો ઉપયોગ કર્યો છે. પંચગવ્યામૃત્ત અગરબત્તીમાં ૭૦૦ કિગ્રા ગૂગળ, કોપરાનું છીણ ૭૦૦ કિગ્રા, જવ-તલ ૪૫૦ કિગ્રા અને ગીર ગાયના દૂધનું ઘી ૧૫૦ કિગ્રા દેવદારની સળીઓ ઉપયોગમાં લેવામાં આવી છે આમ, કુલ તેનો વજન ૫૨૬૦ કિગ્રા છે. તેમની ગૌરક્ષા પ્રવૃત્તિને લીધે તેમણે વર્ષ ૨૦૦૪માં તત્કાલીન મુખ્યમંત્રીશ્રીના હસ્તે મહાવીર જીવદયા એવોર્ડ અને રૂા. ૫૦ હજાર ઇનામ પેટે મેળવ્યા છે. ગાયના અસ્તિત્વને ટકાવી રાખવા તેમજ ગાયને હેરાન થતી અટકાવવા ગૌશાળા બાંધવામાં આવે તેવી તેમની મનોકામના છે. તેમણે અગાઉ વર્ષ ૨૦૧૧માં ૧૧૧ ફૂટ લાંબી અગરબત્તી બનાવી હતી જે કરજણ સ્થિત શિવવાડીમાં પ્રજ્જવલ્લિત કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૬માં ૧૨૧ ફૂટ લાંબી અગરબત્તી બનાવી જે ઉજ્જૈન સ્થિત કુંભમેળામાં પ્રજ્જવલ્લિત કરવામાં આવી. વર્ષ ૨૦૧૮ની તા.૧ ડિસેમ્બરના રોજ શરૂ કરવામાં આવેલ આ અગરબત્તી ૧૦૦ દિવસમાં પૂર્ણ કરી. હવે તે અગરબત્તી બગોદરા-રાજકોટ હાઇવે સ્થિત કણોદર ગામે આગામી નવેમ્બર-૨૦૧૯માં ૧૧૦૦૮ કુંડી લક્ષ્મી નારાયણ કામધેનુ મહાયજ્ઞ યોજાનાર છે, તેમાં આ અગરબત્તી પ્રજ્જવલ્લિત થશે અને ૬૦ દિવસ સુધી તેની સુવાસ ફેલાવશે. તરસાલીથી શોભાયાત્રા લઈ તેને કણોદર પહોંચાડવામાં આવશે. ગૌરક્ષા સમિતિએ આ માટે પણ વિશેષ આયોજન કર્યાનું શ્રી વિહાભાઇએ જણાવ્યું.શ્રી વિહાભાઇએ કહ્યું કે, ભારતની સુરક્ષા માટે સતત ખડેપગે રહેતા જવાનોની સર્વગ્રાહી રક્ષા થાય તેમને શક્તિ મળતી રહે, તેમના દીર્ઘઆયુષ્ય માટે પણ જનજાગૃત્તિ અને દેશદાઝની જરૂર રહે છે. જનકલ્યાણ માટે ગૌરક્ષા જરૂરી છે, ગાયોના મળ-મૂત્રની પવિત્રતાને ઓછી આંક્યા વિના જનસમાજ તેની ઉપયોગિતા અને મહત્વથી વાકેફ થાય તે પણ અત્યારના સમયે જરૂરી છે.
વિહાભાઇએ તેમની આ કામગીરી માટે લીમ્કાબુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મળ્યું છે. ૧૨૫ ફૂટ લાંબી અગરબત્તીને લીધે તેઓએ વિશ્વવિક્રમ સર્જયો છે. વિહાભાઇની ગૌરક્ષા પ્રવૃત્તિ અને ૧૨૫ ફૂટ લાંબી અગરબત્તીના નિર્માણ માટે રાજય સરકારે અભિનંદન પાઠવ્યા છે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This
OLDER POSTજન્મ નોંધણીના આધારે બાળકોને શોધીને ધો.૧માં ૧૦૦ ટકા નામાંકનનો લક્ષ્યાંક

COMMENTS

Wordpress (0)
Disqus (0 )