લોકસભા ચૂંટણી 2019: દુનિયાની અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી! આંકડો જાણી આંખો પહોળી થઇ જશે
લોકસભા ચૂંટણી 2019 ખત્મ થઇ ગઇ છે, પરંતુ આ ચૂંટણી સાથે જોડાયેલા આંકડા જાણી તમે ચોંકી શકો છો. સંસદીય ચૂંટણી 2019 અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી છે. 7 તબક્કા અને 75 દિવસ સુધી ચાલેલી આ ચૂંટણીમાં 60000 કરોડ રૂપિયા ખર્ચ થયો છે. આ આકરણી ખાનગી થિંક ટેન્ક સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝે કરી છે.સેન્ટર ફોર મીડિયા સ્ટડી (સીએમએસ)ના અભ્યાસ પ્રમાણે આ ચૂંટણી દરમ્યાન એક વોટ પર સરેરાશ 700 રૂપિયા ખર્ચ કરાયો. જો લોકસભા ક્ષેત્રની દ્રષ્ટિથી વાત કરીએ તો આ ચૂંટણીમાં દરેક લોકસભા ક્ષેત્રમાં 100 કરોડ રૂપિયા ખર્ચ થયો છે.સીએમએસના રિસર્ચમાં ખબર પડી છે કે 2014ની લોકસભા ચૂંટણીમાં 30000 કરોડ ખર્ચ થયો હતો જે આ વખતે વધીને બમણો થઇ ગયો. આમ ભારતની 2019ની લોકસભા ચૂંટણી અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી થઇ ગઇ છે. સીએમએસનો દાવો છે કે આ અત્યાર સુધીની દુનિયાની સૌથી મોંઘી ચૂંટણી છે.આ રિપોર્ટને ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર દિલ્હીમાં રજૂ કરાયો. આ દરમ્યાન દેશના પૂર્વ ચૂંટણી કમિશ્નર એસ.વાઇ.કુરૈશી પણ હાજર રહ્યા. રિપોર્ટના મતે 12 થી 15 હજાર કરોડ રૂપિયા મતદાતાઓ પર ખર્ચ કર્યા, 20 થી 25 હજાર કરોડ રૂપિયા જાહેરાત પર ખર્ચ થયા, 5 થી 6 હજાર કરોડ રૂપિયા લોજિસ્ટિક પર ખર્ચ થયા. 10 થી 12 હજાર કરોડ રૂપિયા ઔપચારિક ખર્ચ થયો. જ્યારે 3 થી 6 હજાર કરોડ રૂપિયા અન્ય ખર્ચ થયા. આ રકમને જોડવા પર 55 થી 60 હજાર કરોડનો આંકડો આવે છે.અહીં બતાવું જરૂરી છે કે ચૂંટણી પંચ પાસેથી માન્યતા પ્રાપ્ત ખર્ચની પરવાનગી માત્ર 10 થી 12 હજાર કરોડ રૂપિયા હતી.સીએમએસ એ આ રિપોર્ટનો ચૂંટણી ખર્ચ: 2019ના ચૂંટણી નામથી રજૂ કરાયો છે. આ રિપોર્ટમાં દાવો કરાયો છે કે 1998થી લઇ 2019ની વચ્ચે લગભગ 20 વર્ષના સમયમાં ચૂંટણી ખર્ચમાં 6 થી 7 ગણો વધારો થયો છે. 1998માં ચૂંટણી ખર્ચ અંદાજે 9000 કરોડ રૂપિયા હતો જે હવે વધીને 55 થી 60 હજાર કરોડ રૂપિયા થઇ ગયો છે.