મોદી કેબિનેટમાં લેવાયો મોટો નિર્ણય, દરેક ખેડૂતોને મળશે વાર્ષિક 6 હજાર રૂપિયા
દેશનાં બધાજ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લાભ મળશે. જે હેઠળ દર વર્ષે 6 હજાર રૂપિયા આપવામાં આવશે. તો 60 વર્ષથી ઉપરનાં ખેડૂતોને જ પેંશન યોજાનાનો લાભ મળી શકશે. કેન્દ્રીય કેબિનેટની પહેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલાં આ યોજનાનો લાભ દેશભરનાં 14.5 કરોડ ખેડૂતોને મળતો હતો. પહેલાં આ યોજનામાં નાના ખેડૂતોને લેવામાં આવ્યા હતા. જેમની પાસે પાંચ હેક્ટર જમીન હતી. પરંતુ હવે આ યોજનામાંથી આ નિયમને હટાવી દેવામાં આવ્યો છે.
કેબિનેટ બેઠકમાં થયેલી જાહેરાત મુજબ હવે 2 હેક્ટર જમીન ઉપર ખેતી કરતાં ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયાની સન્માન નિધિ ત્રણ હપ્તામાં મળશે. હવે બધા જ ખેડૂતોને તેનો લાભ મળશે. આ યોજના હેઠળ 12.5 કરોડ ખેડૂતો આવે છે. જ્યારે બે કરોડ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકતા ન હતા. હવે સીમાને હટાવી દીધી છે, ત્યારે 14.5 કરોડ ખેડૂતોને લાભ મળશે. 87 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. અત્યાર સુધીમાં 3.11 કરોડ નાના ખેડૂતોને આ યોજના હેઠળ 2 હજાર રૂપિયાનો હપ્તો મળી ચૂક્યો છે. આ યોજનાને અંતરિમ બજેટમાં રજૂ કરાઈ હતી. જ્યારે 2.75 કરોડ ખેડૂતોને બીજો હપ્તો મળશે. કિસાન સન્માન યોજના હેઠળ 60 વર્ષથી ઉપરનાં ખેડૂતોને માસિક પેન્શન આપવામાં આવશે.