અમેરિકામાં બેઠા બેઠા ભારતમાં પોતાના ઘરમાં ઘૂસેલા તસ્કરને પકડાવી દીધા
ખાલી ઘર જોઈને અંદર ચોરી કરવા માટે ઘૂસેલા તસ્કરો પોલીસના હાથે પકડાઈ ગયા હતા.
મજાની વાત એ છે કે, આ ઘર જે એન્જિનિયરનુ હતુ તેણે અમેરિકામાં બેઠા બેઠા આ તસ્કરોને પકડાવી દીધા હતા. મળતી વિગતો પ્રમાણે બેંગ્લોરના આઈટી એન્જિનિયર પાર્થ સારથી હાલમાં અમેરિકામાં છે અને બેંગ્લોરના નાગવાડા વિસ્તારના ટેક પાર્કમાં તેમનુ ઘર છે.
શુક્રવારે મધરાતે દિલિપ અને રાજકુમાર નામના બે ચોર તેમના ઘરમાં ઘુસ્યા હતા. ઘરમાં સીસીટીવી, મોશન સેન્સર અને એલાર્મ લગાવાયેલુ હોવાથી પાર્થ સારથીને અમેરિકામાં બેઠા બેઠા ઘરમાં કોઈ ઘૂસ્યો હોવાનો એલર્ટ મળી ગયો હતો.
તેણે તરત જ પાડોશીને ફોન કરીને પોલીસ બોલાવડાવી હતી. તસ્કરોને કશું સમજ પડે તે પહેલા તો પોલીસ ઘરમાં આવી ગઈ હતી. જોકે એક ચોર ભાગવામાં સફળ થયો હતો પણ રાજકુમાર ઘરમાં જ હતો અને ખુરશી નીચે સંતાયેલો હતો. તે પોલીસના હાથમા આવી ગયો હતો.
પાર્થસારથીના ઘરમાં સાત મહિના પહેલા ચોરી થઈ હતી અને એ પછી તેમણે ઘરમાં ઉપકરણો લગાવી દીધા હતા