60 વર્ષના બધા જ વૃદ્ધોને પેન્શન આપનારું પહેલું રાજ્ય બન્યું બિહાર, નીતીશે લૉન્ચ કરી યોજના

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

બિહાર દેશનું પહેલું રાજ્ય બન્યું છે, જ્યાં 60 વર્ષ અને તેનાથી મોટી ઉંમરના બધા જ બુજુર્ગોને સરકાર પેન્શન આપશે. બિહાર સરકારે શુક્રવારે યૂનિવર્સલ ઓલ્ડ એઝ પેન્શન સ્કીમ લૉન્ચ કરી. મુખ્યમંત્રી વૃદ્ધજન પેન્શન યોજના અંતર્ગત 60 વર્ષની મોટી ઉંમરના બધાં જ વૃદ્ધોને મહિને 400 રૂપિયા પેન્શન આપવામાં આવશે.

કોઇપણ જાતના ભેદભાવ વગર આ યોજનાનો લાભ આપવામાં આવશે. જેમને કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા આજ સુધી પેન્શન નથી મળ્યું, તે બધાંને પન્શન મળશે. ઉલ્લેખનિય છે કે, અન્ય રાજ્યોમાં આ પેન્શન માત્ર બીપીએલ પરિવારો, એસસી-એસટી, વિધવા મહિલાઓ અને વિકલાંગોને જ મળે છે.

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે સામાજિક કલ્યાણ વિભાગના એક કાર્યક્રમમાં આ યોજનાનો શુભારંભ કરતાં જણાવ્યું કે, આ યોજનાનો લાભ લગભગ 35 થી 36 લાક્જ વૃદ્ધોને મળશે, જેમને આજ સુધી કોઇ યોજન અંતર્ગત પેન્શન મળતું નહોંતું.

નીતીશ કુમારે જણાવ્યું કે, પેન્શન યોજના અંતર્ગત રાજ્યની તિજોરી પર 1800 કરોડનો બીજો ભાર વધશે. સીએમ નીતીશ કુમારે જણાવ્યું કે, જ્યારે હું ગામડાઓની મુલાકાતે જાઉં છું ત્યારે ત્યાં ઘણા વૃદ્ધો કહે છે કે, તેમનું નામ બીપીએલ યાદીમાં નથી એટલે તેમને પેન્શન નથી મળતું.

વાસ્તવમાં આ લોકોને પેન્શનની જરૂર છે. બિહાર મંત્રીમંડળે નાણાકિય વર્ષ 2019-20 માટે મુખ્યમંત્રી વૃદ્ધજન પેન્શન યોજના અંતર્ગત ચૂકવણી માટે 384 કરોડ રૂપિયા શુક્રવારે ફાળવ્યા છે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This
NEWER POSTઆ લોકોએ બનાવ્યો ‘સીડ બોમ્બ’, ચોમાસામાં જ્યાં ફેકશો ત્યાં ઉગશે ‘વૃક્ષ’

COMMENTS

Wordpress (0)
Disqus (0 )