વાયુ ચક્રવાતના પરિણામે આ ગુજરાતના આ જિલ્લામાં 17 તારીખે વરસી શકે છે ધોધમાર વરસાદ
રાજ્યમાં વાયુ વાવાઝોડાનો ખતરો ભલે ટળ્યો હોય પરંતુ હજુ સંપૂર્ણ ખતરો ટળે તેવી શક્યતા નથી કેમકે વાયુ વાવાઝોડું પશ્ચિમ- ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે અને ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે. તેને કારણે 17 કે 18 જૂને કચ્છમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.45થી 50 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જો વાયુ વાવાઝોડાની અસર રહેશે કચ્છમાં ભારે તો વરસાદ પડશે પરંતુ વાવાઝોડાને કારણે કોઈ નુકસાનની સંભાવના નથી. તો ઉત્તર ગુજરાતમાં પણ આવનારા ત્રણ દિવસ વરસાદ થઈ શકે છે.
હાલ વાયુ વાવાઝોડુ પોરબંદરથી 280 કિલોમીટર અને દીવથી 390 કિલોમીટર દુર છે. દીવ, ગીર સોમનાથ, ભાવનગરમાં મુશ્કેલીના કારણે પડેલ વરસાદથી ફાયદો રહેશે. કેન્દ્રીય ભૂવિજ્ઞાન મંત્રાલયે પણ ચેતવણી આપી છે કે વાયુ વાવાઝોડુ તેની ધરી બદલી રહ્યું છે. 17 અને 18 જૂને ફરી કચ્છમાં ગમે ત્યારે ત્રાટકશે.
જોકે રાજ્ય સરકારની હવામાન વિભાગના સંકલનમાં ગતિવિધિઓ પર ચાંપતી છે. અને તમામ સંભવિત પગલાં લેવાઈ રહ્યા છે. મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું કે, વાયુ વાવાઝોડું વળાંક લે એવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
17 કે 18 જૂન દરમિયાન ડીપ ડિપ્રેશન કે સાયક્લોનિક સ્ટોર્મ તરીકે ઘટેલી તીવ્રતા સાથે કચ્છને સ્પર્શે એવી સંભાવના છે. જોકે પંકજ કુમારે નાગરિકોને કોઈ પણ જાતનો ભય નહીં રાખવાની પણ અપીલ કરી છે.