ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ માટે શિવરાજપુર ખાતે આવેલી છાત્રાલય ને GMDC દ્વારા ચાર લાખ સિત્તેર હજાર ના ખર્ચે શૌચાલય બનાવાયા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ માટે શિવરાજપુર ખાતે આવેલી છાત્રાલય ને GMDC દ્વારા ચાર લાખ સિત્તેર હજાર ના ખર્ચે શૌચાલય બનાવાયા

પંચમહાલ કેળવણી મંડળ સંચાલિત છાત્રાલય શિવરાજપુર માં આવેલી છે ત્યાં 45 જેટલા ગરીબ આદિવાસી બાળકો અભ્યાસ કરી રહ્યા છે ત્યારે ત્યાં સૌચાલય બાથરૂમ જી.એમ.ડી.સી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ દ્વારા ચાર લાખ ૭૦ હજાર ના ખર્ચે ચાર શૌચાલય અને ચાર બાથરૂમ બનાવી આપવામાં આવ્યા જેના લોકાર્પણ નિમિતે GMDC ના ભાદુવાલા, વનખાતા ના ACF એન.જે.કટારા, શિવરાજપુર ના અને R. F. O. ખત્રી તેમજ ગુજરાત મીડિયા એસોસિએશન ના પ્રદેશ પ્રમુખ અને મનમંચ ના તંત્રી મયુર શેઠ ઉપસ્થિત રહયા હતાં.

આ પ્રસંગે આવેલા મહેમાનોએ GMDC ની કામગીરી ને બિરદાવી ને ભવિષ્ય માં આવા લોકહિત ના કાર્યો કરીને ગરીબ આદિવાસી બાળકોને મદદરૂપ થવાની હાકલ કરવામાં આવી હતી.આવેલા મહેમાનો દ્વારા રીબીન કાપીને આ શૌચાલયોને બાળકો માટે ખુલ્લું મુકાયું હતું.

આ કાર્યક્રમ માં આ છાત્રાલય ના હેડ અને આશ્રમ શાળા ના આચાર્ય ભરત ચારેલ,શિવરાજપુર શાળા ના આચાર્ય સહિત મોટી સંખ્યા માં મહેમાનો તથા વિદ્યાર્થીઓ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.સૌ આવેલા મહેમાનોએ શિવરાજપુર ના પત્રકાર નીતિન દોશી ની સેવાઓ ને પણ બિરદાવી હતી.

કિરણ ગોહિલ હાલોલ

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This
OLDER POSTસિમ કાર્ડ અને બેંક ખાતા માટે જરૂરી નથી આધાર નંબર, જબરદસ્તી માગનારને થશે હજારો રૂપિયાનો દંડ

COMMENTS

Wordpress (0)
Disqus (1 )