સંગઠન પર્વ પછી ગુજરાત ભાજપમાં થઈ શકે છે મોટા ફેરફાર, આ દિગ્ગજ નેતાનું પત્તું કપાશે

ગુજરાત સહીત અનેક રાજ્યોમાં હવે સંગઠનમાં ફેરફાર થવાની શક્યતા છે. નવી સરકાર રચાઈ ગઈ એ બાદ હવે નજીકના ભવિષ્યમાં સંગઠન પર્વ દરમિયાન રાષ્ટ્રીય અને પ્રદેશના સંગઠનમાં ફેરફાર નક્કી માનવામાં આવી રહ્યા છે. પ્રદેશ સંગઠનની ઘણી નબળાઈ અને ઝઘડા મોદી-શાહના ધ્યાનમાં હતા.
પરંતુ ચુંટણી પૂર્ણ થવાની ઘડીઓ ગણાઈ રહી હતી. ચુંટણી પૂર્ણ થઇ અને નવી સરકાર રચાઈ ગઈ છે ત્યારે હવે ભાજપ સંગઠન પર્વ યોજવામાં આવશે જેમાં સગઠનમાં ટોપ થી બોટમ સુધી ધરખમ ફેરફાર થશે. અત્યાર સુધી રાષ્ટ્રીય સ્તરે જવાબદારી નિભાવી અને ભાજપને અભૂતપૂર્વ જીત અપાવનાર અમિત શાહ હવે સરકારમાં નંબર ૨ એટલે કે ગૃહ વિભાગની જવાબદારી સંભાળી છે. ત્યારે સંગઠન પ્રમુખની જવાબદારી અન્યને સોપવામાં આવશે એ સાથે જ ગુજરાતમાં પણ પ્રદેશમાં મોટા પ્રમાણમાં ફેરફાર થવાનું નક્કી માનવામાં આવી રહ્યુ છે.જુલાઈમાં યોજાનાર સંગઠન પર્વ દરમિયાન આ ફેરફાર આવશે એવું માનવામાં આવી રહ્યું છે. હાલમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી છે જેને બદલવાનું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. ગત વિધાનસભા ચુંટણી દરમિયાન ભાજપ ૯૯ પર આવી ઉભું રહી ગયું હતું. તો મોદી શાહની સભા કે રોડ શો દરમિયાન પણ ભીડ ભેગી કરવામાં પણ નિષ્ફળ રહ્યા હતા. જેથી સંગઠનમાં પણ તેની પકડ નહીંવત છે સીનીયર નેતાઓની સાથે તાલમેલ કરીને પણ કામગીરી નહિ કરતા હોવાની અનેક ફરિયાદ હાઈ કમાન્ડને મળી ચુકી છે જેથી તેને બદલવામાં આવી શકે છે. જો તેને બદલવામાં આવે તો આ જવાબદારી કોને સોપવામાં આવે એ સવાલ પણ મહત્વનો છે.સુત્રો કહી રહ્યા છે કે ક્ષત્રીય નેતાને આ જવાબદારી સોપવામાં આવશે અત્યાર સુધી અનેક પાટીદાર નેતા આ જવાબદારી સાંભળી ચુક્યા છે. જેથી અન્ય સમાજને આ જવાબદારી સોપવામાં આવી શકે છે પરંતુ જો પાટીદારને જ જવાબદારી સોપવામાં આવે તો ભાજપ સીનીયર અને સૌરાષ્ટ્રના પાટીદાર નેતા તરફ પસંદગી ઢોળી શકે છે.તો આ પદ માટે ઓબીસી નેતા પણ દાવેદાર માનવામાં આવે છે કારણ કે ઓબીસી સમાજ પણ ભાજપથી નારાજ છે અને હવે પાર્ટી ઓબીસી મતદારો તરફ ઝુકાવ રાખી રહી છે. જેથી સીનીયર ઓબીસી નેતાને પણ આ જવાબદારી સોપવામાં આવી શકે છે.તો પ્રદેશ પ્રમુખ સિવાય મહામંત્રીઓ અને પ્રદેશ ઉપાધ્યક્ષો મહિલા અને યુવા મોરચા પ્રમુખ પણ બદલાશે એ નક્કી છે કારણ કે આગામી વર્ષમાં કોર્પોરેશનનીં ચુંટણી આવશે એ પહેલા સંગઠનમાં બદલાવ કરવો જરૂરી હશે. કારણકે લોકસભામાં તો તમામ બેઠક પર જીત મેળવી પરંતુ કોર્પોરેશન ઈલેકશનના સમીકરણો અલગ હોય છે અને સ્થાનિક મુદ્દા પર આ ચુંટણી લડાતી હોય છે. આવા સમયે સંગઠન મજબુત કરવું જરૂરી છે જેથી હવે નજીકના ભવિષ્યમાં પ્રદેશ ભાજપનું માળખું બદલાવવું જરૂરી છે જેમાં બદલાવ પણ જુલાઈ માસ નજીક આવવાનું માનવામાં આવી રહ્યું છે.

CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )