ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોદી સરકાર લાવી ‘ક્રાંતિકારી’ બદલાવ, લાખો લોકોને થશે ફાયદો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ડ્રાઇવિંગ લાયસન્સ સાથે સંબંધિત એક નિયમમાં મોદી સરકારે મોટો બદલાવ કર્યો છે. સરકારે આ બદલાવે ક્રાંતિકારી ગણાવ્યો છે. તેને તે લોકોને ફાયદો મળશે જે લોકો નિરક્ષર છે. ચાલો જાણીએ મોદી સરકારે ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં શું ફેરફાર કર્યા છે.

હકીકતમાં માર્ગ પરિવહન તથા હાઇવે મંત્રાલયે રોજગારના અવસરો વધારવા માટે ડ્રાઇવિંગ લાયસન્સ માટે મિનિમમ એજ્યુકેશનલ ક્વોલિફિકેશનના ફરજિયાતપણાને દૂર કરી દીધું છે.

મંત્રાલયના નોટિફિકેશન અનુસાર હવે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા અથવા રિન્યૂ કરવા માટે 8મું ધોરણ પાસ શૈક્ષણિક અનુવાર્યતા જરૂરી રહી છે.

આ બદલાવ અંગે જાણકારી આપતાં કેબિનેટ મંત્રી નિતિન ગડકરીએ ઑફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે, સમાજના ઓછા ભણેલા અને ગરીબ લોકો ડ્રાઇંવિંગ દ્વારા રોજગારની શક્યતાઓ તલાશે છે. સરકારે 8માં ધોરણ સુધીના અભ્યાસના ફરજિયાતપણાને હટાવી દીધું છે જેથી તેમના અભ્યાસના કારણે રોજગાર ન અટકે. ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં પણ 22 લાખથી વધુ ડ્રાઇવરોની કમી છે. તેનાથી લાખો જિંદગીઓ સારી બની શકે છે.

હવે લાઇસન્સ તે જ લોકોને મળશે જેણે ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરી છે. આ ઉપરાંત ડ્રાઇવિંગની ટ્રેનિંગ માટે દેશમાં 2 લાખ સ્કિલ સેન્ટર પણ સરૂ કરવાની ઘોષણા કરવામાં આવી છે. આ લોકોને ટ્રેનિંગ દ્વારા માર્ગ સુરક્ષાના નિયમો જણાવવામાં આવશે.

જણાવી દઇએ કે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીને ફરજિયાત શૈક્ષણિક યોગ્યતામાં છૂટ આપવાની ભલામણ કરી હતી.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )