છોટાઉદેપુર નગરપાલિકા પથારા વેરો નવી હરાજીમાં વધારશે
છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા દર વર્ષે પથારા ફી ઉઘરાવવા અર્થે કોન્ટ્રાકટ આપે છે પરંતુ સને 2019-2020 નો ઇજારો આપવા માટે બે વખત હરાજી રાખી પરંતુ ઇજારો રાખનાર વ્યક્તિઓ એ પથારા ફી ની વધારાની માંગણી અંગે લેખિત રજુઆત કરી હરાજીમાં હાજર ન રહેતા હરાજી મોકૂફ રહી હતી. ત્યાર પછી નગરપાલિકા છોટાઉદેપુર દ્વારા ત્રીજી વખત પથારા ફી ઉઘરાવવા અંગે એ સમયે આચાર સહિતા આવી જતા હરાજી થઈ નહિ અને પથારા ફી ઉઘરાવવાની કામગીરી આટલા વર્ષો માં પ્રથમ વખત નગરપાલિકા એ હાથમાં લેવી પડી હતી જેમાં નગરપાલિકાને અંદાજે રૂ 3 લાખ ખોટ ખાવાનો વારો આવ્યો હતો. નગરપાલિકા સામાન્ય સભા તા 11 ના રોજ મળી હતી તેમાં પથારા ફી જે હાલમાં રૂ 5 નીંચે બેસવાના તેના રૂ 15 લારી ગલ્લા ના રૂ 25 અને તંબુ ઓ બાંધી બેસે તેઓ પાસે રૂ 30 લેતા હતા તેના 50 અને બહારથી માલ સામાન વેચવા વાહનો આવે તેના રૂ 100 લેવાનું નક્કી કર્યું છે આ અંગે જાહેરાત આપી પ્રજાના વાંધા ઓ લેવામાં આવશે પછી જનરલ બોર્ડના તેનો નિર્ણય લેવાશે તેવું સામાન્ય સભામાં નક્કી થયું છે. પથારા ફી માં વધારો થતાં નગરપાલિકા ની આર્થિક આવક માં વધારો થશે પરંતુ શાકભાજી વેચી લારી ગલ્લા ચલાવી ને પેટિયું રળતા ગરીબ વેપારીઓને પથારો કરી બેસવાનો ડબલ કરતા વધુ રૂપિયા ચૂકવવા પડશે. ગરીબ વેપારીઓ પહેલા જ મંદી નો સામનો કરી રહ્યા છે જેમના પર આ વધારાનો બોજો પડશે હાલ તો એવું જણાઈ રહ્યું છે