સુરત જિલ્લાના મોટામિયા માગરોલ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ દ્રારા વ્યસનમુક્તિ જન જાગૃતિ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું

જાણ હોવા છતાં વારંવાર અજાણ થવાની વૃતિથી જડતા જન્મે છે- ડો.મતાઉદ્દીન ચિશ્તી

સુરત જિલ્લાના મોટામિયા માગરોલ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ દ્રારા વ્યસનમુક્તિ જન જાગૃતિ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્ય અતિથિ પદે બિરાજમાન મોટામિયા માગરોલની ઐતિહાસિક ગાદીના ગાદીપતિ પીર સલીમુદ્દીન ચિસ્તીના સુપુત્ર અને ઉત્તરાધિકારી ડો. મતાઉદ્દીન ચિશ્તી એ જણાવ્યું હતું કે કોઇ પણ બાબત જાણમાં હોવા છતાં અવગણી કાઢવાથી જડતા જન્મે છે,આપણે સૌ તન અને મનને અનેક રોગોથી મુક્ત રાખવા કાળજી લઈએ છીએ પરંતુ હાલના સમયમાં આપણે વિવિધ વ્યસનોથી ટેવાયને આપણા તન અને મનને બીમારીઓનું કેન્દ્રસ્થાન બનાવી દીધું છે આજની નવયુવાન પેઢી પર બોલતા પોતાના શાયર અંદાજ કહ્યું કે `વ્યસનના બંધાણી યુવાધનોને પણ પ્રેરાનાથી તારી પ્રેરિત કરી દે`
કાર્યક્રમમાં ઉપસ્થિત માનવંતા આદરણીય તૃપ્તિબહેને પણ મનનીય પ્રવચન આપી વિવિધ વ્યસનના દુષણને ડામી દેવા અને વ્યસનમુક્ત બનવા ઉપસ્થિત વિવિધ કોમના લોકોને અનુરોધ કર્યો હતો, અને આજે વ્યસનને લઈને માબાપ લાચાર અને નાના ભૂલકાઓ નિરાધાર બની રહયા છે.
જી. આઈ. પી.સી એલ રચિત દીપ ટ્રસ્ટના સી ઇ ઓ નરેન્દ્રભાઈ પરમારે પ્રસંગને અનુરૂપ વિવિધ સુંદર ઉદાહરણો આપી વ્યસનથી મુક્ત થવા પર ઉપસ્થિત નવયુવાનો અને આબાલવૃદ્ધ ને મુક્ત થવા અનુરોધ કર્યો હતો.
તાલુકા વિકાસ અધિકારી સહિત મામલતદાર અને એપાએમસીના ડાયરેકટર અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.
વ્યસનથી મુક્ત થયેલા ૩૫ જેટલા વ્યસનમુક્તિ ઓનું સન્માન કરવામાં આવ્યું હતું.શારદાબેન તથા ફાલ્ગુની બહેને સુંદર સેવા આપી આયોજન કર્યું હતુ.

CATEGORIES
Share This
NEWER POSTપોલીસ અધિકારીએ જ દારૂની 3 ટ્રક રાજસ્થાનથી ગાંધીનગર મંગાવી, હાલ અધિકારીઓ ગુમ!

COMMENTS

Wordpress (0)
Disqus (0 )