ગુજરાતની શાળાઓમાં પાણી કે શિક્ષકો નથી પણ વિશ્વ મોડેલ બનશે
રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ, ગ્રાંટેડ માધ્યમિક શાળાઓ અને સરકારી માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તાર માટે ૧૩ અને ૧૪ જુન ૨૦૧૯ બે દિવસ અને શહેરોમાં ૧૫ જુન ૨૦૧૯ એક દિવસ માટે યોજાશે.
શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચુડાસમાએ જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ વર્ષ 2003થી શરૂ થયો ત્યારે 75 ટકા વિદ્યાર્થીઓ શાળા પ્રવેશ કરતાં હતા. 2018 સુધીમાં 100 પ્રવેશ અપાયો હતો. ગુણોત્સવ કારણે 2009માં 10,000 થી વધુ શાળાઓ એ+ ગ્રેડ ધરાવતી થઈ છે. બાળકો શાળા છોડીને જવાનું ઘટી ગયું છે.
બાળકો વાંચતા લખતા શિખે :-
બાળકો લખતા-વાંચતા શીખે તેમ માટે સમાજ જોડાય એવું શિક્ષણ પ્રધાન માને છે. શિક્ષણ વિભાગની જવાબદારી છે શિક્ષણ થકી ઉત્તમ વ્યક્તિત્વ ઘડવાની. આંગણવાડીથી માંડીને યુનિવર્સિટી સુધીનું ઉત્તમ શિક્ષણ આપીને માનવ ઘડતરનું કાર્ય શિક્ષક કરે છે. તેમ શિક્ષણ પ્રધાને કહ્યું હતું.
શિક્ષણમાં ગુજરાત વિશ્વ મોડેલ :-
ગુજરાત મોડેલ એક કેસ સ્ટડી તરીકે માત્ર ભારતમાં જ નહી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અપનાવી શકાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તે જ શાળામાં સંબંધિત ક્લસ્ટરનો રિવ્યૂ કરવામાં આવશે અને મુખ્ય શિક્ષકો તેમા ઉપસ્થિત રહેશે. શિક્ષણ પ્રધાનની હાજરીમાં અધિકારીઓ કેવી જૂઢી વાતો ફેલાવે છે તે આ એક માત્ર ઉદાહરણ પુરતું છે. પહેલાં શિક્ષકો અને ટોયલેટ આપો પછી ગુજરાતના શિક્ષણને વિશ્વ મોડેલ જાહેર કરો. વિશ્વમાં સૌથી નિષ્ફળ શિક્ષણ મોડેલ તરીકે ગુજરાતને જાહેર કરી શકાય તેમ છે.
પ્રેશન્ટેશન કરવું પડશે :-
ઉપસ્થિત અધિકારી-પદાધિકારીઓ સમક્ષ સંબંધિત સીઆરસી એ પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું રહેશે. જેમાં શાળાની વિગતો ચકાસવી જેવી કે વિદ્યાર્થીઓની સંખ્યા, શિક્ષકોની સંખ્યા, ઓરડા, મેદાન, સેનીટેશન, પાણીની સુવિધા, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, મિશન વિદ્યા ,ધોરણ 2 નિદાન અને ઉપચારાત્મક કાર્યની વિગત, બાહ્ય મૂલ્યાંકન, ઓનલાઈન ડેટા, શિક્ષકોની હાજરીની વિગતો તપાસમાં આવશે. જો આ વિગતોને એકત્રિત કરવામાં આવશે તો ભૂપેન્દ્ર ચૂડાસમાની પોલી વાતો જાહેર થશે.
કાગળપરની યોજના :-
શિક્ષણ પ્રધાનની હાજરીમાં જાહેર કરાયું હતું કે, શાળા પૂર્ણ થયા બાદ તેનું ફોલોઅપ લેવામાં આવશે. જેમાં મુખ્ય શિક્ષક દ્વારા નામાંકન થયેલા પરંતુ અનિયમિત હાજર રહેતા વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરાશે. વાલી સંપર્ક કરીને બાળક શાળામાં હાજર રહે તે માટેના સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવશે બાળકની ગેરહાજરી બાબતે શિક્ષક મુખ્ય શિક્ષક અને એસ.એમ.સી.ના સભ્યોની મદદથી બાળકની હાજરી સુનિશ્ચિત કરાશે. શાળાએ હાજર રહે તેનું આયોજન પણ કરાશે. અનિયમિત બાળકોનું ફોલોઅપ કરવા વાર્ષિક એસ.એમ.સી.ની ત્રણ મિટિંગમાં સિસ્ટમ અને ત્રિમાસિક વાલી મીટીંગનું આયોજન પણ કરવાનું રહેશે.
શું આ વિશ્વ મોડેલ છે :-
ઓલ ઇન્ડિયા સેવા એજ્યુકેશન કમિટી દ્વારા એક અહેવાલ સપ્ટેમ્બર 2018માં જાહેર કરાયો હતો જેમાં –
શિક્ષણ પ્રધાનને પડકાર :-
2014-15માં એનરોલમેન્ટની સંખ્યા 1.19 કરોડ હતી જે 2016-17માં ઘટીને 1.17 કરોડ થઈ ગઈ હતી. 3 વર્ષમાં કુલ 170018 બાળકોની ઘટ થઈ હતી. ગુજરાતમાં 2014-15માં પ્રાથમિક શિક્ષણમાં નેટ એનરોલમેન્ટ રેશિયો 82.85 ટકા હતો જે ઘટીને 2016-17માં 80.67 ટકા થઈ ગયો હતો.
આચાર્ય કે શિક્ષકો નથી :-
ગુજરાતની 33.56 ટકા શાળાઓમાં પાણી- શૌચાલયો અને હાથ ધોવાની પણ સુવિધા નથી. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર સહિતની લગભગ 13 ટકા જેટલી શાળાઓમાં આચાર્ય નથી. શારીરિક અપંગ વિદ્યાર્થીઓ માટે રેમ્પની સુવિધા 19.28 ટકા શાળાઓમાં નથી. મોટી સંખ્યામાં શિક્ષકો નથી. જે છે તેમને ઓછો પગરા આપીને શોષણ કરાય છે.
રૂ.6 હજાર કરોડ ક્યાં ગયા ? :-
તમામ શાળાઓમાં કુલ 3,99,126 ઓરડાઓ છે, તેમાંથી 29,575 ઓરડાઓ જર્જરિત હાલતમાં હોઈ મરામતની જરૃર હતી. 10 વર્ષમાં રૂ.6240 કરોડનું ફંડ છતાં 6854 શાળામાં વર્ગખંડની અછત છે. વર્ષો પહેલા શાળાના મકાનો બનાવાયા હતા તેમાંથી મોટા ભાગે ઘણી જગ્યાએ ક્લાસરૃમો ભયજનક સ્થિતિમાં છે. 15 ટકાથી વધુ શાળાઓમાં બાઉન્ડ્રીની દિવાલ નથી. 94.69 ટકા શાળાઓમાં ગ્રંથાલય છે, પરંતુ માત્ર 8.55 ટકા શાળાઓમાં જ ગ્રંથપાલ છે.
કયા જિલ્લામાં કેટલા વર્ગ ખંડની અછત :-
દાહોદ ૧૪૧૬, બનાસકાંઠા ૧૧૦૪, પંચમહાલ ૮૩૫, સાબરકાંઠા ૮૨૮, ભરૃચ ૭૫૯, ભાવનગર ૭૫૪, વલસાડ ૬૭૧, ખેડા ૬૪૨, આણંદ ૬૪૧, મહેસાણા ૫૮૨નો સમાવેશ થાય છે.