નર્મદા ડેમમાંથી ૧૫૦૦ ક્યૂસેક પાણી છોડાતાં રાહતચાંદોદ- કરનાળી ખાતે સોમવતી અમાસે શ્રધ્ધાળુઓ ઊમટયાં
ચાંદોદ – કરનાળી ખાતે ઉનાળાની સિઝનમાં અમાસે નરમદા નદીમાં ભરપુર પાણીના કારણે શ્રધ્ધાળુઓએ નર્મદા સ્નાનનો ભરપુર લાભ લઇ ગરમીથી રાહત મેળવી હતી. તેમજ કુબેરેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા.નર્મદા જિલ્લાના પોઈચ ગામ પાસે આવેલા નર્મદાના ત્રિવેણી સંગમ પર દૂર દૂરથી ભાવિકો ઉમટી રહ્યા છે. એક માન્યતા પ્રમાણે ભગવાન શિવની પુત્રી ગણાતી નર્મદા નદીના દર્શન માત્રથી પવિત્ર થવાય છે. નર્મદામાં કંકર એટલા શંકર પણ કહેવાય છે ત્યારે આજના સોમવતી અમાસ એટલે પવિત્ર સલીલામાં નર્મદા સ્નાન કરીને સામા કિનારે આવેલા કુબેર ભંડારી દાદાના દર્શન કરવાનો અનેક ઘણો મહિમા છે. કહેવાય છે. માં નર્મદાના દર્શન માત્રથી પવિત્ર થવાય છે. પરંતુ જ્યારથી સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા બેસાડયા બાદ છેલ્લા ૧ વર્ષથી નદીમાં પાણી ન છોડવાથી નદી હાડપિંજર બની હતી. જેને જીવંત રાખવા ભરૃચ સાંસદ દ્વારા રાજ્યના સીએમને રજૂઆત કરાતા રોજનું ૧૫૦૦ ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદી બેકાંઠે વહેતી થઇ છે ત્યારે આજે સોમવતી અમાસના દિને નર્મદા સ્નાન માટે હજારોની સંખ્યામાં ભક્તોએ નર્મદામાં આસ્થાની ડૂબકી મારી પવિત્ર થયા હતા. નર્મદામાં પાણીથી માછીમારોની રોજગારી પણ શરૃ થઇ છે.