છોટાઉદેપુર જિલ્લામાં ગરીબો પેટિયું રળવા ઊંચા વ્યાજે નાણાં લે છે
છોટાઉદેપુર જિલ્લામાં અનેક શ્રમીક વ્યકિતઓ જુદા જુદા ક્ષેત્રમાં કામ કરે છે. ઘણા સીઝનેબલ ધંધા કરી પોતાનું પેટીયુ રળી ખાય છે. તેઓ આર્િથક સંકળામણ ઉભી થતા ૧૦ ટકા માસિક લેખે વ્યાજે નાણાં લઇને પોતાનું કામ પતાવે છે. આ નાણાં ધીરવાનું કોઇની પાસે લાયસન્સ નથી છતાં ગેરકાયદે ધંધો કરી રહ્યા છે.વ્યાજે નાણાં ધીરનાર નાણાં લેનાર પાસે ઘર અને સોનાનીવસ્તુ લઇ લે છે. જો કોઇ સરકારી કર્મચારી નાણાં વ્યાજે લઇ જાય તો તેનો બેંકની પાસબુક લઇ લે છે અને કોરા વાઉચર ઉપર સહીઓ કરાવી લે છે. જેવો પગાર થાય તેવો વ્યાજે નાણાં આપનાર વ્યકિત ઉપાડી લે છે. વેતન મળે એના ૧૦માં દિવસે ફરી નાણાં વ્યાજે લેવા જવાનો વારો આવે છે. આમાં નાણાં વ્યાજે લેતા સફાઇ કામદારો, એસટી વિભાગનો સ્ટાફ હંમેશા નાણાં વ્યાજે લે છે.આ ઉપરાંત વ્યાજે નાણાં ધીરનાર નાના ગામડાઓમાં ફરી ર્વાિષક લોન પણ વસ્તુઓ ઉપર આપે છે. તેનો માસિક હપ્તો ભરવાનો હોય છે. તેમાં વ્યાજની રકમ લઇ લેવામાં આવે છે. જો કોઇ વ્યકિત ત્રણ હપ્તા સુધી રકમ ભરે નહીં તો આપેલ વસ્તુ નાણાં ધીરનાર લઇ લે છે. વ્યાજે નાણાં ગામડામાં જેઓ વાસણ નાની- મોટી વસ્તુ વેચવાનો ધંધો કરે છે. તેઓ ૧૦ ટકાના વ્યાદે નાણાં લે છે અને તગડુ વ્યાજ ચુકવે છે.ઘણા બધા ગામડામાં તો જરૃરીયાત મુજબ વસ્તઓ પંખા, ટયુબ લાઇટો, ખુરશીઓ, કુકરો અને અન્ય વસ્તુઓ મદ્રાસીઓ હપ્તેથી આપે છે અને તેની તગડી કિંમતો વસુલ થાય છે. અઠવાડિક પશુ બજાર ભરાય છે. તેમાં પશુઓ પણ હપ્તેથી અપાય છે. આ ઉપરાંત ઘણા વેપારીઓ લગ્ન માટે સામાન ઘર બાંધવા સિમેન્ટ ખાતર પણ ઊંચા વ્યાજે આપે છે.નાણાંના બદલામાં કોરા ચેક લઇ લેવાય છે : હવે શ્રોફની પેઢીઓ રહી નથી એટલે બજારોમાં વીસી બજાર મોટુ ચાલે છે. તેમાં જરૃરીયાતમંદ વ્યકિતઓ ઊંચા વ્યાજ દરે વીસી લઇ લીધા પછી નાણાં ભરતા નથી અને નાણાં બધા ડૂબી જાય છે. વ્યાજે નાણાં આપનાર કોરા ચેકો લઇ લે છે અને પછી તેમા મન ફાવે તેવી રકમો લખીને પોલીસ ફરિયાદ કરતા હોય છે. આ વ્યાજ ભરવાની ચૂંગાલમાં ફસાઇ પડતા પરિવારો બરબાદ થઇ જાય છે.