કોંગ્રેસ ની હાર બાદ પણ હાર્દિક પટેલ માટે સારા સમાચાર આવી શકે છે !

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  


હાર્દિક પટેલ લોકસભા ની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ માં જોડાયા હતા ત્યાર બાદ કોંગ્રેસ પાર્ટી એ હાર્દિક પટેલ ને કોંગ્રેસ ના સ્ટાર પ્રચારક બનાવ્યો હતો.હાર્દિક ને સ્ટાર પ્રચારક બનાવ્યા બાદ કોંગ્રેસે દેશ ભર માં હાર્દિક ના પ્રવાસ માટે હેલિકોપ્ટર પણ ફળવ્યું હતું.હાર્દિક પટેલ અઢળક સભાઓ કરી અને લોકસભા માં કોંગ્રેસ ને જીતાડવા માટે એડી ચોંટી નું જોર લગાવી દીધું હતું.પરંતુ ચૂંટણી ના પરિણામ માં ભાજપ ને બહુમતી મળી હતી અને ગુજરાત માં પણ લોકસભા ની બધી સીટ પર કોંગ્રેસ ની હાર અને ભાજપ ની જીત થઈ હતી.
હાર્દિક પટેલ ની મહેનત ફળી ન હતી.અત્યારે જોવા જઈએ તો કોંગ્રેસ પાર્ટી ની વિકટ પરિસ્થિતિ છે ત્યારે હાર્દિક પટેલ હવે કોંગ્રેસ ને મજબૂત કરવા માટે કામે લાગી ગયો છે.2 દિવસ પહેલા મહારાષ્ટ્ યુવા કોંગ્રેસ દ્વારા યોજાયેલ 3 દિવસ તાલીમ માં પણ હાર્દિકે ભાગ લીધો હતો.હાર્દિક પટેલ હંમેશા થી ચર્ચા માં રહેલ છે અને ગુજરાત સહિત દેશ ભર મા પોતાની ઓળખ બનાવી ચુક્યા છે.ત્યારે કોંગ્રેસ ની હાર બાદ પણ હાર્દિક પટેલ ને કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તર નો મોટો હોદ્દો આપી શકે છે.હાર્દિક પટેલ ને કોંગ્રેસ માં રાષ્ટ્રીય સ્તરે મોટી જવાબદારી આપી શકે છે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )