ભાજપના નેતાઓમાં અંદરખાને અસંતોષ, પણ ધારીનેય કઈ કરી શકે એવી હાલતમાં જ નથી
છેલ્લા કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટીમાં કેબીનેટ માં મોટા ભાગના કોંગ્રેસી નેતાઓએ ભાજપમાં આવીને સ્થાન લઇ લીધું છે અને હજી પણ જુબાં પીઢ ભાજ્પીને સાઈડમાં રાખીને કોંગ્રેસથી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોર માટે મંત્રીપદ નો તખ્તો ઘડાઈ ચુક્યો હોવાનું સુત્રો દ્રારા નિશ્ચિત માનવામાં આવે છે .રાજ્યની ભાજપ સરકારમાં પેરાશુટિયા ધારાસભ્યને મહત્વ આપવામાં આવતા ભાજપના વરિષ્ઠ નેતાઓમાં અંદરખાને અસંતોષ ફેલાયો છે. પરંતુ પ્રદીપસિંહ જાડેજાના પ્રમોશન માટે રાજકીય વગની જરૂર પડી છે.કેમ કે, સીએમ રૂપાણીની કેબિનેટમાં કોંગ્રેસી નેતાઓનો દબદબો વધ્યો છે.
સુત્રો દ્રારા મળતી માહિતી અનુસાર ગત વખતે પણ જાડેજાને કેબિનેટનું મંત્રીપદ આપાવનુ નક્કી કરવામાં આવ્યુ હતુ. પણ છેલ્લી ઘડીએ તેમને ગૃહ પ્રધાનનું પદ આપી દેવામાં આવ્યુ. ત્યારે અલ્પેશ ઠાકોરને કેબિનેટ પ્રધાનનું પદ આપવામાં આવશે તો ભાજપના સંનિષ્ઠ કાર્યકરો અને વરિષ્ઠ નેતાઓમાં અસંતોષ ફેલાશે એ વાત નક્કી છે. કેમકે, ભાજપમાં સતત પેરાશુટિયા ધારાસભ્યોને મહત્વ આપવામાં આવી રહ્યુ છે જયારે જુના નેતાઓને લબડાવવામાં જ આવ્યા છે.
ભાજપના નેતાઓમાં ગમે તેટલો અસંતોષ હોય પણ પાર્ટીના સ્વભાવ પ્રમાણે એ ક્યારેય ચરમસીમાએ આવતો નથી નેતાઓને બેસાડી ક ચુપ કરવી દેવામાં કે સમજાવી દેવામાં એમનું સંગઠન પાવરફુલ છે.અને લોકસભા ચૂંટણી પછી તો સંગઠન ગમે તે કરે કોઈ અસંતોષ બતાવવાની હિંમત જ નહિ કરે કેમકે ગુજરાત અને ભારત માં હવે ભાજપની સરકાર છે તો કોઈ પણ સરકાર વિરુદ્ધ જઈ સત્તાની ખાવા મળતી મલાઈ ના છોડી શકે.ભલે અસંતોષ થતો હોય મનમાં દબાવીને સહન કરવા સિવાય કોઈ રસ્તો જ નથી.