છુછાપુરા રેલ્વે સ્ટેશન ખાતે બોડેલી ના રોશની ગ્રુપ દ્વારા મુકવા મા આવેલ વોટરકુલર શ્રધ્ધાળુઓ -મુસાફરો માટે આશિવાઁદ રૂપ
Spread the love
છૂછાપુરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર બોડેલી ની રોશની યંગ સર્કલ કમીટી દ્વારા મુકવામાં આવેલ વોટર કુલર હાલનાં આકરા તાપ અને ભર ઉનાળા માં મુસાફરો ને શુદ્ધ ચોખ્ખું ઠંડું પાણી પીવાના પાણીની ઉત્તમ સુવિધા આપી રહ્યુ હોય આશિવાઁદરૂપ પુરવાર થઇ રહ્યું છે.
છોટાઉદેપુર જિલ્લાનાં છુછાપુરા ખાતે કોમી એકતા નુ પ્રતિક એવી સુપ્રખ્યાત હઝરત જલ્દ નવાઝ બાવા ની સુંદર દરગાહ આવેલ છે
જયાં દરરોજ ઘણી મોટી સંખ્યામાં દુર દુર થી દરેક જ્ઞાતિનાં લોકો દીદાર અને દુવા -દશૅન કરવા જતા હોય છે .એમાં પણ દર ગુરુવાર તથા રવિવારે શ્રદ્ધાળુઓ ઘણી મોટી સંખ્યામાં ઉમટતા હોય છે અને છુછાપુરા જવા માટે સૌથી મોટુ માધ્યમ રેલ્વે જ છે. ટ્રેન દ્વારા હઝારો લોકો છુછાપુરા જાય છે. આટલી મોટી સંખ્યા માં જતા શ્રધ્ધાળુઓ – લોકો માટે શુધ્ધ પીવાના પાણી ની કોઇ પણ જાતની વ્યવસ્થા નથી દરગાહ પર કે નથી રેલ્વે પર
રેલવે સ્ટાફને પણ પીવાના પાણી માટે પાણીના જગ દૂરથી મંગાવવા પડતા હતા . ત્યારે આવા ધાર્મિક સ્થળ પર શુદ્ધ ઠંડા પીવાના પાણી ની સમસ્યા જોતા લગભગ ૧૦ મહિના અગાઉ જ બોડેલીના રોશની યંગ ગ્રુપ એ રેલ્વે પ્લેટફોમ પર વોટર કુલર મુકવાની ઈચ્છા રેલવે અધિકારીઓ સમક્ષ વ્યક્ત કરી હતી .જેને રેલવેના અધિકારીઓએ આવકારી હતી ત્યારબાદ ભારતીય રેલવે વિભાગ ના દિલ્હી હેડક્વાર્ટર દ્વારા છુછાપુરા રેલવે સ્ટેશન પર વોટરકુલર મુકવા ની સત્તાવાર પરવાનગી આપવામાં આવી હતી અને ગયા મહીને જ બોડેલી ની યંગ સર્કલ કમિટી દ્વારા ૨૦૦ લીટરનુ વોટર કુલર મુકવા મા આવ્યું હતું. જે હાલ મા ઉનાળો ચાલતો હોવા થી હવે દરગાહ પર જતા શ્રદ્ધાળુઓ તેમજ રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો માટે તેઓ નથી પાણીની તરસ છીપાવવા માટે આ કુલર આશીર્વાદ રૂપ પુરવાર થઇ રહયુ છે .
ઉલ્લેખનીય છે કે આ વોટર કુલર ત્રણ દિવસ તરસ્યા રહીને માનવતા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર કરબલા ના મહાન શહીદ હજરત ઇમામ હુસેનની યાદમાં મુકવામાં આવ્યું છે.
CATEGORIES રોજીદા સમાચાર
TAGS રોજીદા સમાચાર