આજે વિદેશ મંત્રીશ્રી ડૉ. એસ. જયશંકરના હસ્તે નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રનો થયેલો પ્રારંભ
વડા પ્રધાન મોદી ના મિનિમમ ગવર્મેન્ટ , મેક્ઝીમમ ગવર્નન્સ ના સૂત્ર પ્રમાણે ભારત ની પોસ્ટ ઓફિસ સાથે સરકાર ની ભાગીદારી થી પ્રજાને ઘરઆંગણે સુવિધાઓ આપવા મા સફળ થયા છીએ
નર્મદા જિલ્લા મા સ્ટેચ્યુ આવ્યા પછી નર્મદા જિલ્લો મોડેલ જિલ્લો બનશે .વિદેશ મંત્રી
રાજપીપળા,તા 14
કેન્દ્રિય વિદેશ મંત્રીશડૉ. એસ. જયશંકરના અધ્યક્ષપદે આજે રાજપીપલા મુખ્ય ડાક ઘર ખાતે નર્મદા જિલ્લાના નાગરિકો માટે પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રનો પ્રારંભકરાવ્યો હતો આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા, છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, અમદાવાદના રીજીઓનલ પાસપોર્ટ ઓફિસર શ્રીમતી સોનીયા યાદવ, ગુજરાતના ચીફ પોસ્ટ માસ્તર જનરલ અશોક પોદ્દાર અને સુરત પોસ્ટ ઓફિસના અશોક સોનખુસરે તેમજ વિદેશ મંત્રાલયના અને પોસ્ટ ઓફિસ વિભાગના અન્ય અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહયા હતા રાજપીપલામાં સંતોષ ચોકડી પાસે સ્વામિ નારાયણ મંદિર નજીકની પોસ્ટ ઓફિસ ખાતે આ સેવાઓ ખુલ્લી મુકાઈ હતી . ત્યારબાદ બપોર પછી મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજપીપલામાં સરદાર પટેલ ટાઉન હોલ ખાતે સદરહું પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો
વિદેશ મંત્રી એ જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદી ના મિનિમમ ગવર્મેન્ટ , મેક્ઝીમમ ગવર્નન્સ ના સૂત્ર પ્રમાણે ભારત ની પોસ્ટ ઓફિસ સાથે સરકાર ની ભાગીદારી થી પ્રજાને ઘરઆંગણે સુવિધાઓ આપવા મા સફળ થયા છીએ .નર્મદા જિલ્લા મા સ્ટેચ્યુ આવ્યા પછી નર્મદા જિલ્લો મોડેલ જિલ્લો બનશે .વિદેશ મંત્રી બન્યા પછી પહેલી વાર એસપી રેશન ડીસ્ટ્રીકટ નર્મદા જિલ્લા મા સૌ પ્રથમ વાર પાસ પોર્ટ ઓફિસ ની સુવિધા મારા હસ્તે થઈ છે એનો મણે આનંદ છે
અત્રે ઉલ્લેખનીય છે કે સુરત પોસ્ટ ઓફિસના નેજા – કાર્યક્ષેત્ર હેઠળ આ પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર કાર્યરત રહેશે, દૈનિક ૨૫ જેટલી એપોઇન્ટમેન્ટની સાથે શરૂ થનારી આ સેવામાં તબક્કાવાર એપોઇન્ટમેન્ટની સંખ્યામાં વધારો થશે. ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવી ફરજિયાત છે. ઓનલાઇન રજીસ્ટ્રેશન વેબસાઇટ www.passportindia.gov.in ઉપર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકાશે અને નિયત ફી પણ ઓનલાઇન ભરવાની રહેશે. ઓનલાઇન એપોઇન્ટમેન્ટની કામગીરીનો આજથી શરૂ કરી દેવાઈ હતી .
વિદેશ મંત્રીશ્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું હતું કે
હવેથી પાસપોર્ટ માટે અરજદારો ને સુરત કે અમદાવાદ નો ધક્કો ખાવો નહીં પડે .નર્મદા મા ઘર આંગણે આ સેવા શરૂ થઈ છે .વડા પ્રધાન મોદી જી ઇચ્છે છે કે આદિવાસી વિસ્તાર નો આદિવાસી અને સમાન્ય વ્યક્તિ પણ વિદેશ જઈ ને પોતાના ધંધા રોજગાર શરૂ કરીઅને પોતાનુ કૌશલ્ય દાખવી શકે તે માટે દરેક જિલ્લા મા ઘરઆંગણે પાસપોર્ટ ઓફિસ સેવા શરૂ કરવા જઈ રહયા છે
.આ સુવિધા થી જનતામા આનંદ ની લાગણી ફેલાઈ હતી .હવેથી અરજદારોએ તેમની અરજીના રેફરન્સ નંબર (ARN) શીટ સાથે જરૂરી તમામ પ્રકારના સાધનિક દસ્તાવેજોની સ્વપ્રમાણિત નકલો સાથે રાજપીપલાની પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રનો સંપર્ક સાધવાનો રહેશે. બીજી સૂચના ન મળે ત્યાં સુધી એપ્લીકેશન તેમજ વોક-ઇન-કેટેગરીઝ, ઓન હોલ્ડ અને તત્કાલ એપ્લીકેશન લક્ષમાં લેવાશે નહીં. નર્મદા જિલ્લાના અરજદારોને પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રનો લાભ લેવા અણુરોધ કરાયો હતો .
રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપળા