નર્મદા બંધ ઓવરફ્લો થાય તો સેંકડો ગામો ઉપર આફત આવવાની સંભાવના
ડેમ ઓવરફ્લો થાય તે પહેલા ની પરિસ્થિતિમાં જ ભરૂચ-નર્મદા જિલ્લાના 144 ગામના છ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું.
મધ્યપ્રદેશ અને ગુજરાતના 250 થી વધુ ગામોમાં પૂર આવી શકે :મધ્યપ્રદેશ સરકારે તેના કામ પૂર્ણ કર્યા નથી :રૂપાણી.
નર્મદા ડેમ પૂર્ણ રીતે ભરાવો અમારો અધિકાર છે , જ્યારે ડેમમાંથી પાણી છોડવું અમારી મજબૂરી છે – મુખ્યમંત્રી રૂપાણી
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ત્યારે ગુજરાત સરકાર તેની ઉજવણીની તૈયારી કરી રહી છે. બીજી બાજુ જો નર્મદા ડેમ ઓવરફ્લો થાય તો, નર્મદાના કાંઠે આવેલ મધ્યપ્રદેશ અને ગુજરાત નામ 250 જેટલા ગામોમાં નર્મદાના પુરના પાણી ફરવાની ગંભીર દહેશત પ્રવર્તી રહી છે. તેને લઇને હવે તંત્ર એકદમ હાઇએલર્ટ પર આવી ગયું છે. હાલમાં નર્મદા ડેમ 137. 68 મીટરની સપાટી વટાવી ચૂક્યો છે અને ઓવરફ્લો થવામાં હવે એક જ મીટરની સપાટી બાકી રહી છે, ત્યારે ભરૂચ શહેર અને જિલ્લાના ૪૦ થી વધુ ગામોમાં પાણી ઘુસી રહ્યા છે ડેમ ઓવરફલો થાય તે પહેલાની પરિસ્થિતિમાં જ ભરૂચ-નર્મદા જિલ્લાના 144 ગામો ના છ હજાર થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યા છે. જ્યારે મધ્યપ્રદેશના પણ 100 થી વધુ ગામોમાં પાણી ભરાવા લાગ્યા છે. આમ નર્મદા બંધ ઓવરફ્લો થાય તો ગુજરાત અને મધ્યપ્રદેશના કાંઠાના 259 જેટલા ગામોની સ્થિતિ વણસી શકે છે. દરમિયાન દરમિયાન નર્મદા ડેમ 138 મીટર સુધી ભરવા અંગે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે નર્મદા ડેમ પૂર્ણ રીતે ભરવો અમારો અધિકાર છે. જ્યારે ડેમમાંથી પાણી છોડવું અમારી મજબૂરી છે મધ્યપ્રદેશ સરકારે પોતાનું કામ પૂર્ણ કર્યું નથી અને વિસ્થાપિતોને ખસેડ્યા પણ નથી. કોંગ્રેસ પહેલેથી જ નર્મદાડેમ વિરોધી છે. નર્મદા ડેમમાં આજે પણ પાણીની સતત આવકને પગલે ડેમની જળ સપાટી 137.68 મીટરને વટાવી ગઇ હતી અને ઓવરફલો થવામાં હવે માત્ર એક મીટર જ બાકી રહી છે, જેને પગલે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે ખાસ કરીને નર્મદા અને ભરૂચ જિલ્લાના કાંઠાના વિસ્તારોમાં સંકટ ઊભું થયું છે. જેથી કાંઠા વિસ્તારના ગામોમાં પાણી ઘુસી ગયા છે. જેને પગલે લોકો હાલ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. નર્મદા ડેમ ઓવરફ્લોથી એક મીટર જ દૂર છે. જેની સીધી અસર મધ્યપ્રદેશ અને ગુજરાતના ગામડાઓ પર પડી રહી છે, અને ગ્રામજનોને સ્થળ સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે. જેને પગલે ભરૂચ અને નર્મદા જિલ્લાના 144 ગામો પર સંકટ સર્જાયું છે. ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારો અને આસપાસના ગામડાઓમાંથી અત્યાર સુધીમાં છ હજારથી વધુ લોકો નું સ્થળાંતર કરવામાં આવી છે. તો બીજી તરફ મધ્ય પ્રદેશના 100 થી વધુ ગામડાઓ માં સરદાર સરોવર બંધ નું પાણી ઘુસી ગયું છે અને અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.
સરદાર સરોવર નર્મદા ડેમ 30 માંથી 23 સર્વિસ દરવાજા છે, જેની સાઇઝ 30 બાય 55 મીટર છે. તો જ્યારે બીજા 7 દરવાજા ઇમર્જન્સી દરવાજા છે, જે સંકટ સમયે ખોલવામાં આવે છે. જેની સાઇઝ 30 બાય 60 મીટર છે. આ 7 દરવાજા જો વધારે માત્રામાં પાણી આવે અને ડેમને નુકસાન થાય તેવું હોય તો જ ખોલવામાં આવે છે. પરિસ્થિતિ વિકટ બને વધારે પાણી આવે તો ઈમરજન્સી ગેટ ખોલવામાં આવે છે. જેને પગલે આજે એક ઇમર્જન્સી સહિત કુલ 24 દરવાજા ખોલવામાં આવ્યા છે.
નર્મદા મુખ્ય કેનાલની 40 હજાર ક્યુસેક કેપિસિટી છે. જો ડેમ સંપૂર્ણપણે ભરાઇ જાય તો 40 હજાર ક્યુસેક પાણી કેનાલમાં છોડવામાં આવશે અને કેનાલ મારફતે સાબરમતી સહિતની નદીઓ અને તળાવોમાં પાણી છોડવામાં આવશે. નર્મદા ડેમના ઉપરવાસમાં ઇન્દિરાસાગર, મહેશ્વર, ઓમકારેશ્વર,તવા, હોસગાબાદ અને બળવાણી સહિત ડેમો આવેલા છે. આ તમામ મહત્તમ સપાટી પર પહોંચી ચુક્યા છે. દરવાજા કેટલો સમય ખુલ્લા રહે તેનો આધાર મધ્યપ્રદેશમાં પડનાર વરસાદ પર છે. હાલની પરિસ્થિતિમાં ચોમાસાની સીઝન પૂર્ણ થાય ત્યા સુધી ડેમ ઓવરફલો થયો રહે તો નર્મદા-ભરૂચ અને વડોદરા જિલ્લાના 144 અને મધ્યપ્રદેશની પુનઃવસવાટ એજન્સીની બોટો હાલ કિનારાના ગામો ને નુકસાન ન થાય તે માટે કેવડિયા ખાતે પેટ્રોલિંગ કરી રહી છે, અને એજન્સી નર્મદા ડેમની સ્થિતિ અંગે માહિતી મહારાષ્ટ્રને એમપીની સરકારને આપી રહી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા