અખિલેશ યાદવને મોંઘવારી નડી, મકાઈનો ડોડો ખરીદવા ગયા તો ભાવ સાંભળી હેરાન રહી ગયા
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ થોડા સમય સુધી સોશિયલ મીડિયા સાથે દૂરી બનાવી લીધી હતી. લોકસભા ચૂંટણી બાદ દરરોજ ભાજપ સરકાર, પીએમ નરેન્દ્ર મોદી અને યુપી સીએમ યોગી આદિત્યનાથની વિરૂદ્ધ ટ્વીટ કરનાર અખિલેશ યાદવ અચાનકથી સોશિયલ મીડિયા પર શાંત જોવા મળી રહ્યા હતા. પરંતુ હવે અખિલેશે ફરીથી સોશિયલ મીડિયા પર વાપસી કરી લીધી છે.
સોશિયલ મીડિયા પર અખિલેશનો મકાઈ પ્રેમ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અખિલેશે પોતાના ટ્વીટર હેન્ડલ પર એક ફોટો અપલોડ કર્યો છે. જેમાં તે એક મકાઈ વાળા સાથે વાતો કરતા જોવા મળી રહ્યા છે. અખિલેશ જ્યારે બારાબંકીથી નિકળ્યા તો અચાનક તેમની નજર એક મકાઈ વાળા પર પડી. ગરમા ગરમ મકાઈ જોઈને અખિલેશથઈ રહેવાયું નહીં અને તેમણે તરત પોતાની ગાડી મકાઈ વાળાની પાસે રોકી. અખિલેશે જ્યારે મકાઈ વાળાને ભાવ યુછ્યો… તો મજાકીયા અંદાજમાં ચોકીને અખિલેશ યાદવે કહ્યું કે, બવ મોંધો વેચી રહ્યા છો…
અખિલેશે મકાઈ વાળા સાથે ફોટો અપલોડ કરતા લખ્યું છે, ‘આ મકાઈ ખરીદવું તો એક બહાનું છે હકીકતે ઈરાદો તો મેહનત મજૂરી કરતા લોકોનો હિંમત વધારવાનો છે.’ અખિલેશનો મકાઈ અને ચાનો પ્રેમ જગજાહેર છે. પત્ની ડિંપલ સાથે જ્યારે પણ તે બહાર નિકળે છે તો ધણી વખત કુલ્હડ વાળી ચા જોઈને તેમના કદમ રોકાઈ જાય છે.