ગોધરા બાયપાસથી ઓવરલોડ લાકડાં ભરેલી ૩ ટ્રક જપ્ત કરાઈ
ગોધરા બી ડીવીઝન પોલીસે પેટ્રોલીંગ દરમિયાન ત્રણ ટ્રકો ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રકોમાં ઓવરલોડ પંચરાઉ લાકડાનો જથ્થો જણાઈ આવતા પોલીસે ડીટેઇન કરી હતી. જોકે વનવિભાગ પાસે પોલીસે ચકાસણી કરતાં પાસ મળી આવ્યો હતો. લાકડાની બેરોકટોક હેરાફેરી કરતા તત્વોમાં પોલીસની કામગીરીને લઇ ફફડાટ વ્યાપ્યો છે.ગોધરા બી ડીવીઝન પીઆઇ બી.આર.ગોહીલ અને સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમાં હતા. દરમિયાન ગોધરાના બાયપાસ ઉપર આવેલા સાંરગપુર ચોકડી પાસેથી લાકડા ભરેલી ટ્રક પસાર થતાં અટકાવી તપાસ કરતાં ઓવરલોડ લાકડા ભરેલા હોવાનું જણાય આવ્યું હતું.જેથી પોલીસે ટ્રકને ડીટેઇન કરી મેમો ફટકાર્યાે હતો. એવી જ રીતે અન્ય એક ટ્રક કબ્જે લઇ કાર્યવાહી હાથ ધરી હતી. ગોધરા શહેરમાં એક લાકડા ભરેલી ગાડી પસાર થવાની બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી કબ્જે લીધી હતી અને ઓવરલોડ માટે મેમો આપ્યો હતો. પોલીસે કબ્જે લીધેલી ત્રણેય ટ્રકોની વનવિભાગ પાસે વાહતંુક પાસ અંગે ચકાસણી કરાવવામાં આવી હતી જે યોગ્ય હોવાનું જણાય આવ્યું હતું. જોકે પોલીસે ઓવરલોડમાં ડીટેઇન કરેલી ત્રણ પૈકી બે ટ્રકને આરટીઓએ દશ હજારથી વધુ દંડ વસુલતાં આડેધડ લાકડાની હેરાફેરી કરતાં તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.પોલીસ દ્વારા લાકડા હેરાફેરી કરતાં વાહનોની તપાસ જારી રાખવામાં આવશે. એમ પી.આઇ. ગોહીલે જણાવ્યું હતું.