રાજપીપળામાં રોટીકટ ક્લબ દ્વારા આમ જનતા માટે સફેદ ટાવર પાસે સતત ત્રીજા વર્ષે જાહેરમાં ધ્વજવંદન કરી સ્વતંત્ર પર્વની અનોખી ઉજવણી કરાઈ.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

રાહદારીઓ, વાહનચાલકો, રાષ્ટ્રગીત વખતે જગ્યા ઉપર ઊભા રહીને ધ્વજવંદન ને સલામી આપી

પ્રમુખ હિનાબેન રાહુલજીના હસ્તે ઘ્વજવંદન કરાયું

રાજપીપળા, તા. 16

નર્મદા વડામથક રાજપીપળા ખાતે રોટેક્ટર કલબ દ્વારા આમ જનતા માટે સફેદ ટાવર પાસે સતત ત્રીજા વર્ષે જાહેરમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાહદારીએ, વાહનચાલકો અને આજુબાજુના રહીશો ધ્વજવંદન કાર્યક્રમમાં જોડે ગયા જોડાઈ ગયા હતા. અને રાષ્ટ્રધ્વજને સલામી આપી સ્વતંત્ર પર્વની અનોખી ઉજવણી કરાઇ હતી.
સામાન્ય રીતે ૧૫ મી ઓગસ્ટે સ્વાતંત્ર પર્વની ઉજવણી મોટેભાગે શાળા, કોલેજ, સરકારી કચેરીઓ, સંસ્થાઓમાં જ થતી હોય છે.જેમાં મોટાભાગે જનતા ઘરેલું લોકો કામકાજમાં હોય સવારે ધ્વજ વંદન કાર્યક્રમમાં ભાગ લઈ શકતા નથી ત્.યારે આમ જનતા પણ એમાં જોડાઈ શકે તે માટે નર્મદાના વડામથક રાજપીપળા ખાતે સફેદ ટાવર પાસે રોટરી એને રોટરેક્ટ ક્લબ દ્વારા સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા બે વર્ષથી જાહેરમાં આમ જનતા રાષ્ટ્રીય કાર્યક્રમમાં જોડાઈ શકે તે માટે સતત ત્રીજા વર્ષે પણ સફેદ ટાવર પાસે ક્લબ યુવાનો દ્વારા ધ્વજવંદન કરાયું હતું જેમાં રાહદારીઓ, વાહનચાલકો પણ રાષ્ટ્રગીત વખતે જગ્યા. ઉપર ઊભા રહી ગયા હતા. અને ધ્વજવંદન ને સલામી આપી હતી. આ કાર્યક્રમમાં આજુબાજુના લોકો જોડાઈ ગયા હતા અને લોકોમાં રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયા હતા. થોડીવાર માટે ટ્રાફિક વાહન વ્યવહાર થંભી ગયો હતો.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપલા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )