રાજપીપળા સરકારી મૂક બધિર શાળામા અને જીતનગર જિલ્લા જેલમા કેદી બંધુઓ માટે રક્ષાબંધન કરાયું.
વિશ્વહિંદુ પરીષદ અને દુર્ગાવહીની બહેનોએ એ રક્ષા બંધન કર્યૂ .
રાજપીપળા પોલીસ મથકમા પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ માટે ભાજપા ની બહેનોએ રાખડી બાંધી
રાજપીપળા ખાતે આવેલ સરકારી મૂક બધિર શાળામા મૂક બધિર બાળકો ને અને જીતનગરની જિલ્લા જેલમા કેદી બંધુઓ માટે રક્ષાબંધન પર્વ શ્રધ્ધાભેર ઉજવાયુ હતું .જેમા વિશ્વહિંદુ પરીષદ અને દુર્ગાવહીની બહેનોએ એજેલ મા કેદી બંધુઓ ને રક્ષા બંધન કરી તેમને ગુનાહિત પ્રવ્રુતિઓ થી દૂર રહેવા અનુરોધ કર્યો હતો જ્યારે વિશ્વહિંદુ પરીષદ અને દુર્ગાવહીની બહેનોએ સરકારી મૂક બધિર શાળામા મૂક બધિર બાળકો ને રાખડી બાંધી મો મીંઠુ કરાવ્યુ હતું
જયારે રાજપીપળા પોલીસ મથકમા પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ માટે ભાજપા ની બહેનોએ રાખડી બાંધી જેમા ટાઉન પીઆઈ રાઠવા ને ભાજપા ની બહેનોને રાખડી બાંધી હતી અને કાયદો અને વ્યવસ્થા ની જાળવણી કરી નગરજનોની રક્ષા કરવા અનુરોધ કર્યોં હતો
જ્યારે રાજપીપળા નગરપાલિકા કચેરી ખાતે નગરપલીકા પ્રમુખ જિગિશા બેન ભટ્ટ દ્વારા પાલિકા સદસ્યો અને કર્મચારીઓ ની ઉપસ્થિતિ મા ધ્વજવંદન કરાયું હતું .જ્યારે રાજપીપળા કોર્ટ મા વકીલો ની ઉપસ્થિતિ મા ડીસ્ટ્રીક જજ પીજે ગઢવી ના હસ્તે ધ્વજવંદન કરાયું હતું .જ્યારે રાજપીપળા ની ચિલ્ડ્રન હોમ મા પણ ધ્વજવંદન કરાયું હતું
રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપળા