કરજણ ડેમના એક ગેટ ખોલી 5920 ક્યુસેક પાણી છોડાયું,
નર્મદામા પુન :વરસાદ અને ઉપરવાસના પાણી ની આવક ને કારણે કરજણ ડેમ 72.14% ભરાતા ડેમને વોર્નિગ એલર્ટ સ્ટેજ પર મુકાયો
1320 ક્યુસેક પાણીની જાવક
કરજનડેમ ની વધતી સપાટી 109.66 મીટર પર પહોંચી
ડેમના બન્ને સ્મોલ હાઈડ્રોપાવર પુન: ધમ ધમી ઉઠ્યા, 70000 દૈનિક વીજ ઉત્પાદન
રાજપીપળા, તા. 16
નર્મદા જિલ્લામાં પૂર્ણ વરસાદ થતાં ઉપરવાસના પાણીની આવકના કારણે કરજણ ડેમ 72.14% ભરાઈ જતા કરને વોર્નિંગ એલર્ટ પર મુકાઈ છે, 70 % ડેમ ભરાય તો ડેમને વોર્નિંગ સ્ટેજ પર જાહેર કરાય છે. કરજણ ડેમનું રુડ લેવલ કરતા ડેમની સપાટી વઘી જતા કરજણ ડેમ એક દરવાજો 20 સેમી પહોળા ખોલીને 5920 પાણી છોડાયું છે અને 1320 પાણીની જાવક થઇ છે.કરજણ ડેમમા 364. 91 મિલિયન ઘનમિટર નો જીવંત જથ્થો છે. જ્યારે 388.69 ક્યૂસેક મિલિયન ઘનમિટર જથ્થો છે. કરજણ ડેમની વધતી જતી સપાટી 109.66 મીટર પર પહોંચી છે.
કરજણ ડેમ ના બન્ને સ્મોલ હાઈડ્રોપાવર પુન :ધમ ધીમી ઉઠ્યા છે. હાઈડ્રોપાવરમાં 425 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થઈ રહ્યું છે, જેને કારણે 70000 યુનિટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા