રાજપીપળા હરસિધ્ધિ માતા મંદિર શુક્રવારે રાજપૂત સમાજના યુવાનો દ્વારા છઠ્ઠી તલવાર મહાઆરતી યોજાશે

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

આરતીનો થીમ આ વર્ષે હવનકુંડ કરવાનો પ્રેક્ટિસ ને આખરી ઓપ આપતા યુવાનો
રાજપીપળા રાજવંત પેલેસ થી રાજપૂત સમાજ દ્વારા માતાજીનો ભવ્ય રથ સાથે ખુલ્લી જીપમાં શણગારેલ લાશોભાયાત્રા નીકળશે
તલવાર મહાઆરતી નિહાળવા મંદિર પરિસરખીચોખીચ ભરાશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે
રાજપીપળા, તા. 3
રાજપીપળા હરસિધ્ધિ માતા મંદિર ચોકમાં નવરાત્રીના છઠ્ઠા નોરતે 4થી ઓક્ટોબર એ રાજપૂત સમાજના યુવાનો દ્વારા છઠ્ઠી તલવાર મહાઆરતી કરાશે જેમાં શુક્રવારે રાજવંત પેલેસ થી ભવ્ય શોભાયાત્રા નીકળશે જેમાં માતાજીનો રથ પણ નીકળશે સાથે ખુલ્લી શણગારેલી જીપ સાથે ભવ્ય શોભાયાત્રા પણ નીકળશે જેમાં ભરૂચ નર્મદા પંચમહાલ છોટાઉદેપુર વડોદરા સુરત દાહોદ જિલ્લાના રાજપૂત સમાજના ૧૫૦ જેટલા યુવાનો માતાજીની આરતી સાથે તલવારના કરતા સાથે મહાઆરતી કરી હવનકુંડ ના થીમ પણ આ વર્ષે માતાજીની ઉપાસના કરશે
આ તલવાર મહાઆરતીમાં રાજપૂત સમાજના ૧૫૦ જેટલા તાલીમ પામેલા યુવાનો તલવાર ના વિવિધ કરતબો સાથે તલવાર મહારાજે કરી માતાજીની ઉપાસના કરશે આ માટે રાજપીપળામાં છેલ્લા ત્રણ માસથી પોતાના જિલ્લામાં યુવાનો તલવારબાજી ની પ્રેક્ટિસ કરી રહ્યા છે જેને આખરી ઓપ અપાઈ રહ્યો છે મા હરસિધ્ધિ રાજવી પરિવારની અને રાજપૂતો ની કુળદેવી ગણપતિ હોવાથી માતાજી પ્રત્યે અપાર શ્રદ્ધા અને ભક્તિભાવ હોવાથી રાજપૂત સમાજ ભારે ઉત્સાહપૂર્વક આ તલવાર મહાઆરતીનું ભવ્ય આયોજન કરે છે જે લોકાર્પણ નું કેન્દ્ર બની ગયું છે

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )