રાજપીપળા નજીક જીતનગર ખાતે આવેલ જિલ્લા જેલ મા ગુજરાત ની ત્રીજી ગૌશાળા શરૂ થશે .
અમદાવાદ , અમરેલી પછી નર્મદા મા ત્રીજી જિલ્લા જેલમા ગૌશાળાને મંજૂરી
ગૌશાળામા 10 ગાયો આવશે
કેદી બંધુઓ ગાયનો દૂધનો રસોડા મા ઉપયોગ કરશે
વધારાનું દૂધ પોલીસ લાઇનમાં વેચી દેવાશે
રાજપીપળા તા 16
રાજપીપળા નજીક જીતનગર ખાતે આવેલ જિલ્લા જેલ મા ગુજરાત ની ત્રીજી ગૌશાળા શરૂ થશે .જેલ અધિક્ષક ગમારા ના જણાવ્યા અનુસાર ગુજરાતમા અત્યારસુધી માત્ર બેજ જિલ્લા જેલો અમદાવાદ.અને અમરેલી જેલો મા ગૌશાળા
કાર્યરત છે .હવે ગુજરાતની ત્રીજી જિલ્લા જેલ નર્મદા ની જીતનગર ખાતે મંજૂર થઈ છે .
અત્રેની જેલમાં કુલ 10ગાયો આવશે .ગૌશાળા કેદીઓ ચલાવશે અને ગાયો નંઈ સેવા પણ કરશે જેમા ગાયો ના દૂધ નો ઉપયોગ કેદી બંધુઓ ગાયના દૂધનો રસોડા મા ઉપયોગ કરશે
વધારાનું દૂધ પોલીસ લાઇનમાં વેચી દેવાશે જેલમાંથી હવે દૂધ વેચાતું લાવવું પડશે નહીં
રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપળા