સોનિયા અને રાહુલ ગાંધી હજી સુધી જેલમાં કેમ નથી? PM મોદીએ જણાવ્યું કારણ…….

સોનિયા અને રાહુલ ગાંધી હજી સુધી જેલમાં કેમ નથી? PM મોદીએ જણાવ્યું કારણ…….

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સદનમાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીના નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, તેમની સરકારને એ વાતને લઈને કોસવામાં આવે છે કે,  તેમની સરકારે કેટલાક લોકોને જેલમાં કેમ નથી ધકલ્યા. જેનો જવાબ આપતા વડાપ્રધાને કહ્યું હતું કે, આ ઈમરજન્સી નથી કે લોકોને કોઈ જ કારણ વગર જેલમાં ધકેલી દેવામાં આવે.વડાપ્રધાને કહ્યું હતું કે, આ લોકતંત્ર છે અને જેલમાં કોને નાખવા કોને નહીં તેનો નિર્ણય અદાલત કરે છે. ઉલ્લેખનીય છે કે, અધીર રંજન ચૌધરીએ લોકસભામાં કહ્યું હતું કે, જો કોંગ્રેસ પાર્ટી ભ્રષ્ટ પાર્ટી છે તો સોનિયા અને રાહુલ ગાંધી જેલમાં કેમ નથી.લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પ્રસ્તાવ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભ્રષ્ટાચાર વિરૂદ્ધ અમારી લડાઈ યથાવત રહેશે. માટે જ અમને કોસવામાં આવે કે પેલાને જેલમાં કેમ ના નાખ્યો. આ ઈમરજન્સી નથી કે સરકાર કોઈને પણ જેલમાં ધકેલી દે, આ લોકતંત્ર છે. આ કામ ન્યાયપાલિકાનું છે, અમે કાયદાથી ચાલનારા લોકો છીયે અને કોઈને જામીન મળ્યા છે તો તે તેનો આનંદ ઉઠાવે… બદલાની ભાવનાથી કામ ના થવા જોઈએ. પરંતુ કરપ્શન વિરૂદ્ધ અમારી જે લડાઈ છે તે યથાવત રહેશે.”સોનિયા રાહુલને અત્યાર સુધી કેમ ના થઈ જેલ?”કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ ગઈ કાલે લોકસભામાં મુદ્દો ઉઠાવ્યો હતો કે કોંગ્રેસ પાર્ટી ભ્રષ્ટ પાર્ટી છે તો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તો અત્યાર સુધી જેલમાં કેમ નથી ગયા? આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર બોલતા કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, ભાજપ કોંગ્રેસના નેતાઓને ચોર ગણાવીને સત્તાના સિંહાસન પર બેઠી નથી, પરંતુ કોંગ્રેસના નેતાઓ આજે પણ સંસદમાં જ બેઠા છે. તેમણે સરકારને સવાલ કર્યો હતો કે શું તમારી સરકાર સોનિયાજી અને રાહુલજીને જેલમાં મોકલવામાં કેમ સફળ નથી થઈ.ચૌધરીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મોટા સેલ્સમેન છે. તે પોતાની પ્રોડક્ટ  વેચવામાં સફળ રહ્યા છે, જ્યારે કોંગ્રેસ આમ કરવામાં નિષ્ફળ રહી.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )