અમરનાથની યાત્રા માટે બસો નહીં ઉપાડાય : ટૂર ઓપરેટરો
વડોદરા સહિત મધ્ય ગુજરાતના ટૂર ઓપરેટરો દ્વારા અમરનાથ યાત્રાએ એક પણ બસ નહીં ઉપાડવાનો નિર્ણય લેવાયો છે. આતંકવાદના વિરોધ સાથે કાશ્મીરનો બહિષ્કાર કરવાનો ગત વર્ષે પુલવામા એટેક સમયે નિર્ણય લેવાયો હતો. દર વર્ષે મધ્ય ગુજરાતમાથી અંદાજે 60 બસ અમરનાથ યાત્રાએ જાય છે. અમરનાથ યાત્રા અને કાશ્મીરની ટૂર ટૂર ઓપરેટરો દ્વારા બંધ કરાયેલ છે. ભક્તોને અમરનાથ યાત્રા ટ્રેન દ્વારા કરવી પડશે.
યાત્રીઓની સુરક્ષાનો પ્રશ્ન
28થી 30 જૂન સુધીમાં બસ અમરનાથ યાત્રા માટે ઉપડે છે. વડોદરામાંથી અંદાજે 25 બસ, ભરૂચમાંથી 7, સુરતમાંથી 25 અને આસપાસના ગામના અંદાજે 5 બસ ટૂર ઓપરેટરો કાશ્મીર અને અમરનાથ પ્રવાસ કરાવે છે. શહેરના ચિરાગ ટ્રાવેલ્સના સંચાલક દ્વારા જણાવ્યા મુજબ કાશ્મીરમાં આર્મીની બસ પર હુમલો થતો હોય ત્યારે યાત્રીઓની સુરક્ષા મોટો પ્રશ્ન છે. આ વર્ષે બસ નથી ઉપાડી. મુસાફરો પણ બસ પ્રવાસ માટે ઉત્સાહી નથી. અમરનાથ યાત્રા માટે કલેકટર કચેરી અને આરટીઓ કોઇ રજિસ્ટ્રેશન થયું નથી.