મુખ્ય મંત્રીશ્રીના વરદ્ હસ્તે પંચમહાલ જિલ્લાના શહેરા અને વેજલપુરના બસ મથકોનું ઈ-લોકાર્પણ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ગોધરા, શનીવારઃ અદ્યતન જન સુવિધાઓ સાથે નવિનિકરણ કરવામાં આવેલા પંચમહાલ જિલ્લાના શહેરા અને વેજલપુરના બસ મથકોનું ઈ-લોકાર્પણ રાજ્યના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના વરદ્ હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યા છે.

શહેરાનું બસ સ્ટેશન રૂા. ૧૮૦ લાખના ખર્ચે અને વેજલપુરનું બસ સ્ટેશન રૂા. ૧૬૬ લાખના ખર્ચે અદ્યતન બનાવવામાં આવ્યા છે. શહેરાથી રોજની ૪૩૦ બસોનું સંચાલન થાય છે. લગભગ પાચ હજારથી વધુ મુસાફરોની આવન-જાવન રહે છે. જ્યારે વેજલપુરથી ૪૨૦ બસોનું સંચાલન થાય છે અને રોજના દસ હજારથી વધુ યાત્રિકોની અવર-જવર રહે છે. આ બંને બસ સ્ટેશનમાં યાત્રિકો અને વિદ્યાર્થીઓ માટે સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. બસ રીઝર્વેશન, બસ પાસ, રાજ્યના કોઇપણ સ્થળે પાર્સલ મોકલવાની અને મેળવવાની સહિતની તમામ પ્રાથમિક સગવડો ઉપલબ્ધ બનાવવામાં આવી છે.
કાલોલ તાલુકામાં આવેલા વેજલપુરના બસ સ્ટેશનનું ઉદ્ઘાટન અને તકતી અનાવરણ કાલોલના ધારાસભ્ય શ્રીમતી સુમનબેન ચૌહાણ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજપાલસિંહ જાદવ, શ્રી અશ્વિનભાઇ પટેલ અને મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. જ્યારે શહેરા બસ મથકનું ઉદ્ઘાટન અને તકતી અનાવરણ શહેરા તાલુકા પંચાયતના પ્રમુખ ઉષાબેન બારીયા, નગરપાલિકા પ્રમુખ સ્નેહાબેન શાહ અને ઉપસ્થિત પદાધિકારીઓએ કર્યું હતું.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ગોધરા વિભાગ સંચાલિત આ બંને બસ મથકોએથી રાજ્યમાં ઉપરાંત રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર જવા માટે મુસાફરોને બસ સુવિધાઓ મળી રહે છે. શહેરાનું બસ સ્ટેશન લુણાવાડા ડેપો અંતર્ગત અને વેજલપુરનું બસ સ્ટેશન ગોધરા ડેપો હેઠળ આવે છે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This
OLDER POSTકડધરા ખાતે આવેલ ડભોઇ જુથ પાણી પુરવઠા યોજનાનું નિરક્ષણ કરતા પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા

COMMENTS

Wordpress (0)
Disqus (0 )