મનમંચ ન્યૂઝ રાજપીપલા
પ્રવાસીઓને 470 ના ભાવે રહેવાની સગવડ આપવાની લોલીપોપ સામે વડોદરાની ખાનગી એજન્સી બીઆરજી ગ્રૂપને 30 વર્ષના ભાડાપટ્ટે 7 એકર કરોડની જમીનની લહાણી કરતી નર્મદા નિગમની એજન્સી સાથે સાંઠગાંઠ છે ? નર્મદાના ગરીબ આદિવાસીઓ ની મહામૂલી કરોડોની જમીનો લઈ મળતિયા એજન્સીઓને કરોડોની કમાણી કરાવી આપવાનો સરકારનો નવો કીમિયો : સ્ટેચ્યુ નો પ્રોજેક્ટ બની નર્મદા જિલ્લામાં અને વિકાસના કામો બહારના ખાનગી મળતી એજન્સીને આપતા હોય સ્થાનિક એજન્સીમાં ભારે રોષ : નર્મદામાં એક એકર જમીનના ભાવ એક જમાનામાં બે ચાર લાખના આજે કરોડો બોલાયા છે ! આદિવાસીઓ પોતાની મહામૂલી જમીનો ગુમાવી રહ્યા છે અને સરકાર ગરીબ આદિવાસીઓને જમીનો પાણીના ભાવે ખરીદી પણ કરી રહી છે. ; ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ આ અગાઉ ભારત ભવન ખાતે વિરોધ કર્યો હતો સરકાર પણ નાણા કમાવવા બહારની એજન્સીઓ ને બરોબર બહાર પાડે તો સ્થાનિક એજન્સીઓ ને ખબર પણ પાડવા દેતા નથી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે દેશભરમાંથી લાખો પ્રવાસીઓ કેવડીયા ઉમટી રહ્યા છે ત્યારે એક વર્ષ પૂરું થયું છતાં પ્રવાસીઓની સગવડના નામે અહીં મીંડુ જ છે. ખાસ કરીને પ્રવાસીઓ માટે રહેવા માટે કોઈ ખાસ સગવડ નથી. અહીં મોટી ફોટો લો ને સરકારે જગ્યા આપી કરોડની લહાણી કરી રહી છે તો બીજી તરફ સામાન્ય જનતાને પોસાય તેવી સસ્તી હોટલો બનાવવાની યોજના નર્મદા નિગમને વડોદરાની એક ખાનગી બીઆરજી ગ્રૂપ સંસ્થાને પાણીના ભાવે 30 વર્ષના ભાડાપટ્ટે તાત એકરની જમીન જેની કિંમત 700 કરોડની આસપાસ થવા જાય છે તે પાણીના ભાવે મળતા એજન્સીને આપી કરોડો કમાવી આપવાનો નવો કીમિયો શરૂ કર્યો છે જેનાથી નર્મદાના જમીન ગુમાવનારા ગરીબ આદિવાસીઓ અને સ્થાનિક એજન્સીઓમાં ભારે રોષ ફેલાયો છે.
જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નામે અને પ્રવાસીઓની સગવડના નામે સરકાર પોતાના મળતીયા ખાનગી એજન્સીઓને પાણીના ભાવે કરોડોની જમીનો વિકાસના નામે લહાણી કરી રહી છે. ! પ્રવાસીઓ 470 રૂપિયાના ભાવે રહેવાની સગવડ આપવાની લોલીપોપ સામે વડોદરા ખાનગી એજન્સી બીઆરજી ગ્રૂપને 30 વર્ષ ના ભાડા પેટે 7એકર જમીનની લહાણી કરતી નર્મદા નિગમ શું એજન્સી સાથે સાંઠગાંઠ છે ? એવી ચર્ચાઓ પણ વહેતી થઈ છે નર્મદાના ગરીબ આદિવાસીઓ ની મહામૂલી કરોડોની જમીનો સસ્તા ભાવે આંચકી લઈ મળે ત્યાં એજન્સી અને કરોડોની કમાણી કરાવી આપવાનું સાધન સરકારના મળે ત્યાં અધિકારીઓને બનાવી દીધું છે.
નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુના પ્રોજેક્ટ બની અને વિકાસના કામો બહારના ખાનગી મળતિયા એજન્સીને આપતા હોય સ્થાનિક એજન્સીમાં પણ ભારે રોષ ફેલાયો છે. અહીંના સ્થાનિક એજન્સીને કામ આપે તો નર્મદાના આદિવાસીઓને રોજગારી મળે તેમ છતાં પણ સરકાર તેમ ન કરી સ્થાનિકોને રોજગારી પણ બહારની એજન્સીને કામ આવી રોજગારી છીનવી લીધી હોવાના ગંભીર આક્ષેપો પણ સરકાર સામે આદિવાસીઓ કરી રહ્યા છે. નર્મદામાં એક એકર જમીનના ભાવ એક જમાનામાં બે ચાર લાખના હતા તે આજે તેનો ભાવ કરોડોમાં બોલાય રહ્યો છે. કેવડિયા થી રાજપીપળા સુધીના હાઈવે રોડ પરની જમીનોના ભાવ આસમાને પહોંચી ગયા છે. આ વિસ્તારોમાં જમીનો ખરીદવા મોટી મોટી પાર્ટીઓ બિલ્ડર લોબીની કરી રહ્યા છે. મોંઘા ભાવની પણ સોનાની લગડી જેવી જમીન ખરીદવા રોકાણકારો નર્મદામાં આંટાફેરા મારતા થઈ ગયા છે સમય જતા અહીંની જમીન ના ભાવ આસમાને પહોંચે તો નવાઈ નહીં.
આદિવાસીઓ પોતાની મહામૂલી જમીન નો ગુમાવી રહ્યા છે અને સરકાર ગરીબ આદિવાસીઓને જમીનો પાણીના ભાવે ખરીદી શોષણ કરી રહી છે. જેની સામે આદિવાસીઓ એવું આંદોલન પણ કર્યા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ આ અગાઉ ભારત ભવન વખતે વિરોધ કર્યો હતો સરકાર પણ નાણા કમાવવા બહારની એજન્સીઓ ને બહાર ટેન્ડરો બહાર પાડે તો સ્થાનિક એજન્સીઓ ને ખબર પડવા દેતી નથી તેની સામે પણ રોષ છે.
ખાટલે મોટી ખોડ એ છે કે આ વર્ષે દહાડે લાખો પ્રવાસીઓ માટે રહેવા માટે હોટેલો કે ધર્મશાળાઓ પૂરતી ન હોવાથી તેમજ હોટલોના રેન્ટ ઊંચા હોવાથી સામાન્ય જનતાને મોંઘી હોટલો પરવડે તેમ ન હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના સામાન્ય પ્રવાસીઓ માટે ગુજરાત સરકાર રહેવાની ઉત્તમ સુવિધા પૂરી પાડવા જોઈએ તેવી પ્રવાસીઓની માંગ છે.
રિપોર્ટ : દીપક જગતાપ, રાજપીપળા