આમલેથા  મુકામે આવેલ પ્રાથમિક શાળા  ખાતે આંખ તપાસ તથા વિનામૂલ્યે ઓપરેશન શિબિરનું આયોજન

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

શિબિરમાં ઉમલ્લા તથા આજુબાજુના ગામોના કુલ ૧૭૧ દર્દીઓએ શિબિરનો લાભ લીધો

આમલેથા મુકામે આવેલ પ્રાથમિક શાળા ખાતે આંખ તપાસ તથા વિનામૂલ્યે ઓપરેશન શિબિરનું આયોજન કરવામા આવ્યુ હતુ જેમા શિબિરમાં ઉમલ્લા તથા આજુબાજુના ગામોના કુલ ૧૭૧ દર્દીઓએ શિબિરનો લાભ લીધોહતો

અત્રે ઉલ્લેખનીય છે કે રાજશ્રી પોલીફીલ ઝઘડિયા તાલુકાના બામલ્લા ગામ પાસે આવેલી બી. કે. બિરલા ગ્રુપ ની કંપની છે. કંપની સમયાંતરે વિવિધ સમાજ લક્ષી પ્રવૃત્તિઓ કરતી રહેતી હોય છે. રાજશ્રી પોલીફીલ કંપની તથા સેવા રૂરલ ઝઘડિયા ના સંયુક્ત ઉપક્રમે આજે
આમલેથા મુકામે આવેલ પ્રાથમિક શાળા ખાતે આંખ તપાસ તથા વિનામૂલ્યે ઓપરેશન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ઉમલ્લા તથા આજુબાજુના ગામોના કુલ ૧૭૧ દર્દીઓએ શિબિરનો લાભ લીધો હતો. કુલ ૨૫ દર્દીઓને મોતીયાના ઓપરેશન માટે રીફર કરવામાં આવ્યા હતા અને કુલ ૧૪ દર્દીઓને માંડવી મુકામે ઓપરેશન કરવા માટે મોકલવામાં આવ્યા હતા. કુલ ૭૫ નંગ ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું તથા ૦૭ લોકોને દવાનું વિતરણ કરવામાં આવ્યુંહતુ .જેમા રાજશ્રી પોલીફીલ કંપની ના એમડી સંજય અગ્રવાલ અને ચેરમેન શંકર શારદા તથા સેવા રૂરલ ઝઘડિયા ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટ : જ્યોતિ જગતાપ , રાજપીપલા
  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
OLDER POSTછોટાઉદેપુરના જંગલોમાં વિપુલ પ્રમાણમાં ઉગતી વનસ્પતિમાંથી બાયો ફ્યુઅલ વિકસાવ્યું

COMMENTS

Wordpress (0)
Disqus ( )