વધુ એક નેતા કોંગ્રેસ ને રામરામ કરશે….?ગુજરાત કોંગ્રેસને મોટા ફટકાની શક્યતા, મોટુ માથું ભાજપમાં ભળવાના ભણકારા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

શું ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ભરત ઠાકોર નજીકના ભવિષ્યમાં ભાજપમાં ભળવા જઈ રહ્યા છે? કારણ કે, તાજેતરમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ભરત ઠાકોર સાથે મુલાકાત બાદ આ મુદ્દે ચર્ચાની એરણે ચઢ્યો છે. આ મુલાકાત તાજેતરમાં ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણી જીતી ચૂકેલા જુગલ કિશોર ઠાકોરના ફાર્મ હાઉસમાં ગુરૂવારે યોજાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, આજે જ્યારે કોંગ્રેસના તમામ ધારાસભ્યો દિલ્હીમાં છે, ત્યારે બહુચરાજીની ચૂંટાયેલા આ ધારાસભ્ય પાર્ટી કાર્યક્રમથી દૂર રહીને સાંસદ મિત્રના ફાર્મ હાઉસ પર કેન્દ્રીય મંત્રી સાથે મુલાકાત કરી રહ્યા હતા.

OBC ધારાસભ્ય ભરત ઠાકોરના ભાજપમાં સામેલ થવાની ચર્ચા રાજ્યસભા ચૂંટણી સમયે પણ ઉઠી હતી. ભરત ઠાકોર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની ત્રિપુટીઓમાંના એક છે. જેમાંથી અલ્પેશ અને ધવલસિંહે ભાજપનો ખેસ ધારણ કર્યો છે, ત્યારે ભરત ઠાકોરના રાજકીય ભવિષ્ય પર ચર્ચા ઉઠે, તે સમજી શકાય છે.
જણાવી દઈએ કે, અલ્પેશ ઠાકોર અને ધવલ સિંહ ઝાલા રાજ્યસભા ચૂંટણીમાં પાર્ટી વ્હિપનો અનાદર કરીને ક્રોસ વોટિંગ કર્યા બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. એ સમયે ભરત ઠાકોરે આ વાતનો ઈન્કાર કર્યો હતો, કે તેઓ કોંગ્રેસને રામ-રામ કરીને ભાજપમાં સામેલ થઈ રહ્યા છે.

આ મુલાકાત સાથે જ ભરત ઠાકોર ટૂંક સમયે ભગવો ધારણ કરીને ભાજપમાં ભળવાની અટકળોએ ફરીથી વેગ પકડ્યો છે. કોંગ્રેસના કાર્યક્રમમાં સામેલ થવાની જગ્યાએ ફાર્મ હાઉસ પહોંચી ધર્મેન્દ્ર પ્રધાન સાથે ભરત ઠાકોરની આ મુલાકાતે રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )