બોડેલી તાલુકા ભા.જ.પા ના પ્રમુખ પદે બોડેલીના લોકસેવી નવયુવાન કાતિઁક શાહ ની નિયુક્તિ થતા બોડેલીના નગરજનો માં આનંદ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
બોડેલી તાલુકા ભા.જ.પા ના પ્રમુખ પદે બોડેલીના લોકસેવી નવયુવાન કાતિઁક શાહ ની નિયુક્તિ થતા બોડેલીના નગરજનો માં આનંદ વ્યાપી ગયો છે.

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજેતરમાં છોટાઉદેપુર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સંગઠનના પ્રમુખ તેમજ મહામંત્રીઓની નિમણુંકો કરવામાં આવી જેમાં બોડેલી તાલુકા ભાજપના પ્રમુખ પદે માત્ર ૨૧ વર્ષની ઉંમરમાં જ એટલે કે સન્ ૨૦૦૬માં બોડેલી ગ્રામ પંચાયતની ચૂંટણી ના વોર્ડની ચૂંટણી જીતી જાહેરજીવનમાં પદાર્પણ કરી રાજકીય કારકિર્દીની શરૂઆત કરી સન્ ૨૦૦૯માં બોડેલી ની સહકારી સંસ્થા ધી બોડેલી અર્બન કો-ઓપરેટિવ બેન્ક લી.બોડેલી, ના ડિરેક્ટર પદે બિનહરીફ ચૂંટાઈ આવી સહકારી ક્ષેત્રે પણ કારકિર્દીની શરૂઆત કરી સન્ ૨૦૧૪ થી બોડેલી અર્બન બેંકના વાઇસ ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે એટલું જ નહીં સન્ ૨૦૧૧ માં કાર્તિક શાહની વડોદરા જિલ્લા ભાજપા ના યુવા મોરચાના ઉપપ્રમુખ પદે પણ નિમણૂક થતા તેઓએ સંગઠનમાં પણ પોતાનું યોગદાન આપ્યું સાથે સાથે સન્ ૨૦૧૪ – ૧૫ માં સંખેડા તાલુકા પંચાયત ના સદસ્ય તરીકે ચૂંટાઈ તાલુકા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ બન્યા ત્યારે આજ વર્ષે વડોદરામાંથી છુટા પડી છોટાઉદેપુર જિલ્લો અસ્તિત્વમાં આવતા છોટાઉદેપુર જીલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે તેમની વરણી થઈ એટલું જ નહીં જાન્યુઆરી ૨૦૧૫ માં સંખેડા માંથી છૂટા થઈ બોડેલી તાલુકો અસ્તિત્વમાં આવતા બોડેલી તાલુકા પંચાયતના પ્રથમ પ્રમુખ બન્યા સન્ ૨૦૧૬ મા બોડેલી તાલુકા ભાજપના મહામંત્રી તરીકે નિમણૂક થઈ ત્યારબાદ સન્ ૨૦૧૭ થી બોડેલી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે તેઓ સેવા આપી રહ્યા છે અને આજ વર્ષે તેઓની ગુજરાતમાં સૌપ્રથમ બોડેલી ખાતે સ્થપાયેલ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, બોડેલી ના નોમિનેટેડ બોર્ડમાં ગુજરાત સરકાર દ્વારા ડિરેક્ટર તરીકે નિમણૂંક થઈ અને આજે પણ તેઓ એ.પી.એમ.સી ના ડિરેક્ટર તરીકે નિમણૂંક થતા કાર્તિક શાહ જાહેર ક્ષેત્રની સાથે સાથે સહકારી ક્ષેત્રે પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે. સન્ ૨૦૧૯ માં ગુજરાત સરકાર દ્વારા ” આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો ” એ.ટી.વી.ટી ના બોડેલી તાલુકાના ડીરેક્ટર તરીકે તેમની નિમણૂંક થઇ છે ત્યારે જાહેર ક્ષેત્રની સાથે સાથે સહકારી ક્ષેત્રે પણ સેવા આપી રહેલા બોડેલીના સેવાભાવી નવયુવાન કાર્તિક શાહ ની ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા બોડેલી તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે તેમની નિમણૂક કરતા બોડેલી વૈષ્ણવ સમાજ સહિત સમગ્ર નગરના નગરજનો માં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. બોડેલી વૈષ્ણવ સમાજના અગ્રણીઓ રમણલાલ શાહ , દિનેશચંદ્ર શાહ, રજનીભાઈ ગાંધી, અશ્વિનભાઈ શાહ, ઠાકોરલાલ ગાંધી, જીગ્નેશ ચોક્સી, હેમંતભાઈ આર. શાહ, હર્ષદભાઈ દેસાઈ, કિરીટભાઇ શાહ વિગેરે સહિત સમગ્ર સમાજ દ્વારા તેઓની આ નિમણૂંકને સહર્ષ આવકારી ચોમેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.
  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )