દેશમાં ત્રીજો અને ગુજરાતમાં પ્રથમ નંબરે ડાયરેક્ટ શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવતો પ્લાન્ટ તરીકે ધારીખેડા નર્મદા સુગર માં કાર્યરત કરાયો
નર્મદા ધારીખેડા સુગર ઇથેનોલ પ્લાન્ટમાંથી નીકળતા કાર્બન ડાયોક્સાઇડ નું વેચાણ કરશે : નવી વૈજ્ઞાનિક પદ્ધતિ બે આંખની અને એક આંખ ની કળીના રોપા અને ટુકડા પદ્ધતિથી નર્મદામાં શેરડીનું વાવેતર થશે ; શેરડી નુ બિયારણ આપી ખેડૂતોને આર્થિક ફાયદો કરાવી મહેનતમાં ઘટાડો કરાશે.
નર્મદા અને ભરૂચ જિલ્લાની જીવાદોરી સમાન ધારીખેડા સુગર ફેક્ટરી શેરડીના પીલાણ શરૂઆત થઈ છે. આ પ્રસંગે ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે દેશમાં ત્રીજો અને ગુજરાતમાં પ્રથમ નંબરે ડાયરેક્ટ શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવતો પ્લાન્ટ ધારીખેડા નર્મદા સુગર માં કાર્યરત કરાયો છે. ઇથેનોલ બનાવતી બીજી બધી કંપનીઓ કાર્બન ડાયોક્સાઈડને હવામાન છોડી દે છે, જેને કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે, જ્યારે ધારીખેડા સુગર ફેક્ટરી માં કાર્યરત ઇથેનોલ પ્લાન્ટમાંથી નીકળતા કાર્બન ડાયોક્સાઇડ નો સંગ્રહ કરશે અને તેનું વેચાણ કરશે. જેનાથી ખેડુતોને શેરડીના સારા ભાવો તો મળશે પણ સાથે સાથે પર્યાવરણને નુકસાન પણ અટકશે.