સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ભારે ઘસારો અનેક બાળકો વિખુટા પડ્યા : અધિકારીઓએ વિખૂટા પડેલા અનેક બાળકોનું પોતાના પરિવાર સાથે મિલન કરાવ્યું.
Spread the love
નર્મદા જિલ્લામાં કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી દિવાળી વેકેશનના કારણે ભારે સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. બીજી તરફ આગામી ૩૧મી ઓક્ટોબર વડાપ્રધાન મોદી ની ઉપસ્થિતિમાં એકતા દિવસની ભવ્ય ઉજવણીટાણે સ્ટેચ્યુ સહિત સમગ્ર આસપાસનો વિસ્તાર લાઈટિંગથી સુશોભિત કરવામાં આવ્યો છે. ત્યારે આ ભવ્ય નજારો જોવા હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. તે જોવા પ્રવાસીઓના ઉમટી રહ્યા છે ત્યારે માં ગુમ થવા વિખૂટા પડે પડી જવાના પણ બનાવો બન્યા છે.
આવો જ એક બનાવ સ્ટેચ્યુ જોવા આવેલા એક પ્રવાસી પરિવાર જોવા મળ્યો હતો આટલી મોટી માત્રામાં પ્રવાસીઓની ભીડ અનેક બાળકો પોતાના મા-બાપ થી વિખુટા પડ્યા હતા, ત્યારે પ્રવાસીઓના જીવ અદ્ધર થઈ ગયા હતા. ત્યારે નર્મદા પોલીસે સરાહનીય કામગીરી દાખવી હતી પીએસઆઇ કે કે પાઠક સહિત અધિકારીઓએ વિખૂટા પડેલા. અને બાળકોનું પોતાના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું નર્મદા પોલીસની સરાહનીય થી સ્ટેચ્યુ જોવા આવેલા પ્રવાસીઓ આનંદિત થયા હતા અને આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા
CATEGORIES રોજીદા સમાચાર