ગ્રાહક સુરક્ષા ધારામાં ક્ષતિઓ સુધારાશે ;ભેળસેળ અને ભ્રામક જાહેરાતો અંગે હવે આજીવન કેદ સુધીની સજા
ભેળસેળ અને ભ્રામક જાહેરાતો અંગે હવે આજીવન કેદ સુધીની સજા ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા કડક જોગવાઈ ;લોકસભામાં નવું બિલ રજૂ
નવી દિલ્હી ;હવે ગ્રાહક ખરેખર રાજા બનશે સરકાર ગ્રાહક સુરક્ષા ધારામાં સુધારો કરીને નવું બિલ લાવી છે જેમાં ભેળસેળ અને ભ્રામકજાહેરાતો પર આજીવન કેદની સજાની જોગવાઈ છે ખાદ્યપદાર્થોમાં ભેળસેળ અંગે સરકારે કાયદા કડક બનાવ્યા પછી હવે સરકાર ગ્રાહકોના હિતોના રક્ષણ માટે વધુ સખત જોગવાઈઓ સાથેના નવા ગ્રાહક સુરક્ષા ધારાના અમલની દિશામાં જઈ રહી છે લોકસભામાં આ નવું બિલ રજૂ થઈ ચૂક્યું છે અને બન્ને ગૃહમાં બિલ પસાર થયા બાદ આનો અમલ શરૂ કરાશે. ગ્રાહક સુરક્ષા સાથે સંકળાયેલા વર્તુળોના જણાવ્યા મુજબ અગાઉ ગ્રાહક સુરક્ષા ધારામાં ઘણી ક્ષતિઓ હતી. સજાની જોગવાઈ પણ ઘણી ઓછી હોઈ સરકારી તંત્ર કે કાનૂનનો એટલો ડર ન હતો હવે કડક કાનૂન બાદ લોકોના હિતોની રક્ષા થશે. થોડા સમય અગાઉ સરકારે ખાણીપીણીની ચીજોમાં ભેળસેળના કાયદામાં સુધારો કર્યો છે. એક જ તેલમાં વારંવાર ફરસાણ તળવા ઉપરાંત આવી ચીજોમાં ભેળસેળ કરવા માટે કાયદા સખત બનાવ્યા છે….