બોડેલીમાં ભળતા નામ વાળુ શંકાસ્પદ બિયારણ ઝડપાયું
Spread the love
છોટાઉદેપુર જીલ્લા ના બોડેલી નજીક આવેલા નાના કાંટવા ગામે દારૂ પકડવા ગયેલી પોલીસને દારૂ તો ન મળ્યો પણ અજીત – 155 અને વિક્રમ-5 ના ભળતા નામ વાળા શંકાસ્પદ બિયારણ નો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી
પેકીંગ માટેના બ્રાન્ડેડ કંપનીના ભળતા નામ વાળા ખાલી પાઉચ અને કેટલાક બિયારણ ભરી પેક કરેલા પેકેટ તેમજ છુટા બિયારણ નો જથ્થો બોડેલી પોલીસને મળી આવતા પોલીસે એ તમામ મુદ્દામાલ બોડેલી પોલીસ મથકે લાવી જરૂરી તપાસ હાથ ધરી ઉપરોક્ત બંને કંપનીઓ ને જાણ કરી હતી જેથી કંપની ના અધિકારીઓ બોડેલી પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા .
ભળતા નામ વાળા બિયારણ મળી આવતા પોલીસે અજીત નામ ની કંપનીના સેલ્સ મેનેજર ને તાત્કાલિક બોલાવી જથ્થો બતાવતા બિયારણ કંપનીના સેલ્સ મેનેજરે જણાવ્યું હતું કે કેટલાક લોકો અમારી કંપનીના નામ જેવા જ ભળતા નામ નો ઉપયોગ કરી આદિવાસી વિસ્તાર ના ખેડુતો ને હલકી ગુણવત્તાવાળુ બિયારણ માર્કેટ માં વેચી રહયા છે જેને કારણે ખેડુતો ને પાક નું યોગ્ય ઉત્પાદન મળતું નથી અને ખેડુતો ને મોટુ આથિઁક નુકશાન વેઠવાનો વારો આવે છે તેમ કહી બિયારણ અમારુ નથી , અમારી કંપનીના ભળતા નામ સાથે બજારમાં વેચાઈ રહ્યુ છે તેમ જણાવ્યું હતું. ત્યારે બનાવ ની જાણ થતા બોડેલી ના એગ્રીકલ્ચર ઓફિસર યોગેશભાઈ અમીન પણ બોડેલી પોલીસ સ્ટેશન પહોંચી બિયારણ ની ચકાસણી કરી તેના સેમ્પલ લઇ આજે તપાસ અર્થે ઉપલી કચેરી પર મોકલી આપ્યા હતા અને જરૂર પડે ઉપરી કચેરીના આદેશ મુજબ કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.
પોલીસે લગભગ ૧૦૦ કિલો જેટલું બિયારણ તેમજ પેક કરવા માટે ની ઉપરોક્ત બંને કંપનીઓ જેવા નામ વાળી ખાલી બેગો અને બિયારણ ભરી તૈયાર કરેલા પેકેટો સાથેનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે હાલ આ અંગેની કોઇ ફરિયાદ હજુ સુધી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ નથી પરંતુ રજીસ્ટ્રેશન વગરનાં બિયારણ ને લઇ આ બિયારણ કયાંથી આવ્યુ ?, અને આવા બિયારણ કૌભાંડ ની પાછળ કોનો હાથ છે ? તે દિશા તરફ તપાસ હાથ ધરી છે .
CATEGORIES રોજીદા સમાચાર
TAGS રોજીદા સમાચાર