ગુજરાતના મુખ્યમંત્રી વિજ્યભાઇ રૂપાણીનો નર્મદા જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ
Spread the love
ગુજરાતના મુખ્યમંત્રી વિજ્યભાઇ રૂપાણી તા. ૧૬ અને તા. ૧૭ મી ઓગષ્ટ એમ બે દિવસના નર્મદા જિલ્લાના પ્રવાસે પધારી રહ્યાં છે.
તદ્અનુસાર, મુખ્યમંત્રી વિજ્યભાઇ રૂપાણી તા.૧૬ મીએ હેલીકોપ્ટર દ્વારા કેવડીયા કોલોનીના હેલીપેડ ખાતે આવી પહોંચીને ત્યાંથી વી.આઇ.પી. સર્કિટ હાઉસ ખાતે પહોચશે અને તેઓ રાત્રે ૮ કલાકે સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજશે. ત્યારબાદ તેઓ રાત્રી રોકાણ કેવડીયા સર્કિટ હાઉસ ખાતે કરશે.
મુખ્યમંત્રી વિજ્યભાઇ રૂપાણી તા. ૧૭ મી ઓગષ્ટ ને શનિવારના રોજ સવારે ૮=30 કલાકે કેવડીયા કોલોનીમાં જુદા જુદા પ્રોજેક્ટ સ્થળની મુલાકાત લેશે અને અધિકારીઓ સાથે બેઠક યોજશે. મુખ્યમંત્રી ત્યારબાદ બપોરે ૨=૧૦ કલાકે કેવડીયા હેલીપેડ ખાતેથી હેલીકોપ્ટર દ્વારા વડોદરા એરપોર્ટ જવા રવાના થશે.
રિપોર્ટ :જ્યોતિ
જગતાપ , રજપીપલા
CATEGORIES રોજીદા સમાચાર