સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સરકાર ચીની કંપનીઓ લાવવા માંગે છે: છોટુભાઇ વસાવા
આદિવાસીઓને રોજી-રોટી મળવાની સરકારની વાતને છે છેતરપિંડી ગણાવતા આંદોલનની ચીમકી.
કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે નાની-મોટી વસ્તુઓ વેચીને રોજીરોટી મળી રહેલા ગરીબ ડોની લારી-ગલ્લા હટાવી લેવા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સ્ટેચ્યુ પાસે રીપર વેચનારાઓને હટાવી દેવામાં આવ્યા હતા. જેના કારણે સ્થાનિકોમાં રોષ ભભૂકી ઊઠ્યો. ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ આ અંગે કેવડિયા ની મુલાકાતે આવી ગયા હતા. તેમને પણ મીડિયા સાથેની વાતચીતમાં તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ મામલે હવે આદિવાસીઓ નેતા અને ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવા એ સરકારને ઘેરી છે. વસાવાએ જણાવ્યું છે કે સરકાર આદિજાતિ વિભાગે આપેલા લારી-ગલ્લા સરકાર લીધા છે ચાઇનામાં પ્રતિબંધિત કંપનીઓને અહીંયા ઘુસાડવાનું કાવતરું છે.
વસાવાએ કહ્યું પહેલા આદિવાસીઓની જમીન છીનવી લીધી બાદમાં આદિજાતિ વિભાગ આપેલા કરી લીધા ચાઇનામાં હવે વર્ષોથી રહેલી અમેરિકન કંપની જેના પર પ્રતિબંધ લગાવ્યા છે. તેમને લાવવાનું કાવતરું છે. સરકાર જંગલોમાં રહેતા આદિવાસીઓને રંજાડે છે. સરકાર વિદેશી કંપનીઓને લાવીને રોજીરોટી આપવાની વાત કરે છે. અનામત પર ચૂંટાયેલા આદિવાસીઓ નેતાઓના ભાગ્યે જ આદિવાસીઓનો ભોગ લેવાય છે.
છોટુ વસાવા આ મુદ્દે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તેમણે કહ્યું છે કે સરકારે કહ્યું હતું કે પર્યટન સ્થળ વિકસે તો આદિવાસીઓને રોજીરોટી મળશે હું જાણવા માગું છું. કે સરકાર કોન્ટ્રાક્ટ માં કેટલા આદિવાસીઓને નોકરી મળી છે. જે પ્રકારે જનતાનો આક્રોશ જોવા મળી રહ્યો છે. તેને જોતા સરકાર માનવીય નીતિઓ સામે મોટું આંદોલન થશે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા